બ્રેકિંગ ન્યુઝ
VTV / covid 19 coronavirus xbb new sub variant covid xbb 116 how dangerous is the new variant spreading in india
Malay
Last Updated: 10:53 AM, 22 March 2023
ADVERTISEMENT
ભારતમાં કોવિડ-19ના કેસ સતત વધી રહ્યા છે અને કુલ એક્ટિવ કેસોની કુલ સંખ્યા વધીને 6,559 થઈ ગઈ છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોના વાયરસના કેસમાં વધારા પાછળ કોવિડ-19નો XBB 1.16 વેરિઅન્ટ છે. XBB1.16 વેરિઅન્ટ એ કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટના રિકોમ્બિનેશન XBB વેરિઅન્ટનો વંશજ છે જે દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. INSACOGના નવા આંકડા ડેટા અનુસાર, દેશમાં હાલમાં XBB1.16ના 76 કેસ છે.
ADVERTISEMENT
નવી લહેરની શક્યતા
એક રિપોર્ટ અનુસાર, કોવિડ-19ના આ વેરિઅન્ટરથી નવી લહેરની શક્યતા વધી શકે છે. XBB1.16 વેરિઅન્ટ કેટલો ખતરનાક છે, તે કયા દેશોમાં કહેર મચાવી ચૂક્યો છે અને કોને સૌથી વધુ જોખમ છે? આ વિશે પણ જાણી લો.
કેટલો ખતરનાક છે આ વેરિઅન્ટ?
કોરોનાના નવા વેરિઅન્ટ પર નજર રાખનારા અને WHOના વેક્સિન સેફ્ટી નેટના સભ્યએ જણાવ્યું કે, નવો XBB.1.16 વેરિઅન્ટ ઓછામાં ઓછા 12 દેશોમાં જોવા મળ્યો છે, જેમાંથી સૌથી વધુ કેસ ભારતમાં જોવા મળ્યા છે.
કયા દેશોમાં ફેલાયો XBB.1.16 વેરિઅન્ટ
તેમના જણાવ્યા અનુસાર, "XBB.1.16 વેરિઅન્ટ ઓછામાં ઓછા 12 દેશોમાં મળી આવ્યો છે, જેમાંથી સૌથી વધુ કેસ ભારતમાં જોવા મળ્યા છે. ભારત ઉપરાંત અમેરિકા, બ્રુનેઈ, સિંગાપોર, ચીન અને યુકે પણ આ યાદીમાં સામેલ છે. જ્યાં XBB.1.16 વેરિઅન્ટના કેસોમાં વધારો થયો છે. વૈશ્વિક સ્તરે XBB.1.16 વિશે ચિંતા છે કારણ કે આ સબ-વેરિઅન્ટમાં વાયરસના નોન-સ્પાઇક ક્ષેત્રમાં કેટલાક મ્યૂટેશન થયા છે જે ઇમ્યૂનિટીને અસર કરે છે.''
કેટલો ઝડપથી ફેલાય છે આ વેરિઅન્ટ?
WHOના વેક્સિન સેફ્ટી નેટના સભ્યના જણાવ્યા અનુસાર, "XBB.1.16 વેરિઅન્ટ XBB.1.5 કરતાં 140 ટકા ઝડપથી વૃદ્ધિ કરે છે, જે તેને વધુ આક્રમક બનાવે છે. આ વેરિઅન્ટમાં ત્રણ વધારાના સ્પાઇક મ્યુટેશન E180V, K478R, અને S486P છે, જેને તાજેતરમાં બ્રીફિંગ દ્વારા ઓળખવામાં આવ્યા છે. " વધુમાં ઉમેર્યું કે, "જો XBB.1.16 વેરિઅન્ટ ભારતમાં આવી ચૂકેલા જૂના વેરિએન્ટ BA.2.75, BA.5, BQs, XBB.1.5ની જેમ ભારતીયોની મજબૂત રોગપ્રતિકારક શક્તિની સામે પસ્ત ન થયો તો સમગ્ર વિશ્વએ આ પરિસ્થિતિને ગંભીરતાથી લેવી પડશે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે નજીકથી દેખરેખ રાખવી અને વાયરસના ફેલાવાને રોકવા માટે જરૂરી સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે."
જાન્યુઆરીમાં કરાઈ હતી ઓળખ
ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG)ના કો-ચેરમન ડૉ. સૌમિત્ર દાસના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2023ની શરૂઆતમાં સૌથી પહેલા કોવિડ XBB1.16ની ઓળખ કરવામાં આવી હતી. આ વેરિઅન્ટની હાલમાં નજર રાખવામાં આવી રહી છે. અત્યારે અમારી પાસે આને સંપૂર્ણ રીતે સમજવા માટે પૂરતો ડેટા નથી પરંતુ આપણે સાવધાની વર્તવાની અને માસ્ક પહેરવાની જરૂર છે.”
આ લોકોને જોખમ વધારે
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકામાં સરકારે 8 ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને આ વેરિઅન્ટથી વધુ ખતરો જણાવ્યો છે. 8 પ્રકારના લોકોને કોવિડનો ખતરો તો થઈ જ શકે છે સાથે જ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે અથવા તેમના માટે મૃત્યુનું કારણ પણ બની શકે છે. જ્યારે જે લોકોને વધારે જોખમમાં નથી તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય છે. AIIMS/ICMR કોવિડ-19 નેશનલ ટાસ્ક ફોર્સ/જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં 8 પ્રકારના લોકોને કોવિડના આ વેરિએન્ટનું જોખમ વધારે છે. જેમાં વૃદ્ધો અથવા 60 વર્ષથી વધુ ઉંમરના લોકો, જેમને હૃદય રોગ અને ધમનીની બિમારી છે, ડાયાબિટીસવાળા લોકો, નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો, એચઆઈવી પોઝીટીવ લોકો, જે દર્દીઓને ફેફસાં, કિડની અથવા લીવરની જૂની બિમારી હોય તેવા દર્દીઓ, સેરેબ્રોવેસ્ક્યુલર રોગથી પીડાતા લોકો , સ્થૂળતાથી પીડાતા લોકો અને જેમનું વેક્સિનેશન નથી થયું તેવા લોકોને આ વેરિઅન્ટથી વધુ જોખમ છે.
XBB 1.16ના લક્ષણ
અત્યાર સુધી આ નવા સર્કુલેટિંગ કોવિડ વેરિઅન્ટ XBB 1.16થી સંબંધિત કોઈ વિશિષ્ટ લક્ષણો જણાવવામાં આવ્યા નથી. કોવિડના જૂના લક્ષણો જે સંક્રમણની પુષ્ટિ કરે છે જેમ કે માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, થાક, ગળામાં દુખાવો, વહેતું નાક અને ઉધરસ વગેરે પણ આ વેરિઅન્ટના લક્ષણો હોઈ શકે છે. આ સિવાય કેટલાક લોકોને પેટમાં દુખાવો અને બેચેની અને ઝાડા થવાની ફરિયાદ પણ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT