બ્રેકિંગ ન્યુઝ
VTV / covid 19-clusters emerge in tamilnadu focus on temples hospitals
Bhushita
Last Updated: 09:25 AM, 13 August 2021
ADVERTISEMENT
કેરળ બાદ કોરોના સંક્રમણની સ્થિતિ તમિલનાડુમાં બગડી રહ્યું છે. અહીં રોજના 2 હજાર કેસ આવી રહ્યા છે. મંદિર, હોસ્પિટલ અને બજારમાં સ્થિતિ ચિંતા કરાવી રહી છે. ચેન્નઈમાં મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં આસપાસના વિસ્તારોમાં કોરોનાના નવા દર્દીની સંખ્યા વધી રહી છે. મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં લગભગ 300 લોકોને કોરોના ટેસ્ટ કરાયો છે. તેમાંથી 24 લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા છે. સરકારી અધિકારીઓના આધારે 47 વર્ષની એક સંક્રમિત મહિલાનું મોત થયું અને તેને ડાયાબિટિસની સમસ્યા પણ હતી.
Tamil Nadu reports 1942 new #COVID19 cases, 1892 recoveries and 33 deaths in the last 24 hours.
— ANI (@ANI) August 12, 2021
Total cases 25,83,036
Total recoveries 25,28,209
Death toll 34,428
Active cases 20,399 pic.twitter.com/GV7JdLVS9X
ADVERTISEMENT
ધાર્મિક સ્થળો પર કોરોના પ્રોટોકોલનું પાલન થતું નથી
મળતી માહિતી અનુસાર રણનિતીના આધારે કોરોના સંક્રમણનું વિશ્લેષણ થયું છે. સંક્રમણના સ્ત્રોત મુખ્ય બજારની નજીક છે અને લોકો માસ્ક પણ પહેરી રહ્યા નથી. આ સિવાય ધાર્મિક સ્થળો પર પણ સામૂહિક સમારોહમાં કોરોના પ્રોટોકોલનું પાલન કરાઈ રહ્યું નથી.
તંત્રએ લગાવી પાબંધી
એક્સપર્ટની સલાહ અનુસાર તમિલનાડુમાં સભામાં ધાર્મિક સ્થળોને શુક્રવારથી રવિવાર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ચેન્નઈમાં કેસ વધી રહ્યા છે. 10 ઓગસ્ટે કોઈમ્બતૂર અને 11 ઓગસ્ટે ચેન્નઈમાં પણ કેસ વધી રહ્યા છે. હાલમાં રોજ 1800થી 1900 કેસ આવતા સતર્કતા વધારી દેવાઈ છે. આ લહેરમાં લોકોને વેક્સિન લગાવવાની જરૂર છે.
કોઈમ્બતૂર અને ચેન્નઈમાં છે સૌથી વધારે દર્દીઓ
કોરોનાના 1 દિવસના કેસ 1942 આવ્યા છે. 33 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વદીને 25,83,036 થઈ છે. મૃતકોની કુલ સંખ્યા 34428 થઈ છે. ચેન્નઈમાં 217 અને ઈરોડમાં 183 કેસ આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.