ચિંતા / દેશમાં 24 કલાકનો કોરોના સંક્રમણનો આંક ચોંકાવનારો, કુલ મોતની સંખ્યા પહોંચી 58390

covid-19 cases in india reported nearly 61 thousand new cases of corona in past 24 hrs and 58390 deaths

દેશમાં કોરોના વાયરસના સંક્રમણનો ખતરો સતત વધી રહ્યો છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા 32 લાખની નજીક પહોંચી છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે જોતાં આ આંક જલ્દી જ 32 લાખ સુધી પહોંચી જશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 60 હજાર 975 નવા કેસ આવ્યા છે. આ સાથે જ 848 લોકોના જીવ ગયા છે. નવા કેસ સામે આવ્યા બાદ હવે કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા 31 લાખ 67 હજાર 323 થઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ