જો તમે પણ ઉપયોગમાં લીધેલા માસ્કને ધોતી સમયે કેટલીક ભૂલો કરો છો તો તમારે સાવધાની રાખવાની જરૂર છે નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે.
માસ્ક ધોતી સમયે રાખો ધ્યાન
માસ્ક ધોતા કરાતી ભૂલો કરે છે મોટું નુકસાન
નાની સાવધાની બચાવી શકે છે કોરોના સંક્રમણથી
કોરોનાના વધતા કેસને જોતા ફરીથી સરકાર એકવાર એલર્ટ બની છે. કોરોના સંક્રમણથી લોકોને દૂર રાખવા માટે તેઓેએ માસ્કને સારી રીતે ઘોઈને પહેરવાની સલાહ આપી છે. પરંતુ લોકો અજાણતા માસ્કને ધોતી સમયે કેટલીક ભૂલો કરી લેતા હોય છે જેનાથી નુકસાન થઈ શકે છે. તો જાણો કઈ ભૂલોને ટાળવું યોગ્ય છે.
ફેસ માસ્કને ધોતી સમયે ન કરો આ ભૂલો
ફક્ત પાણીથી ધોઈ લેવું
અનેક લોકો માસ્ક ધોવા માટે ફક્ત પાણીનો ઉપયોગ કરે છે જે સુરક્ષા માટે યોગ્ય નથી. માસ્કના કીટાણને હટાવવા જરૂરી છે. તેના સાબુ કે સર્ફના પાણીમાં મસળીને ધૂઓ. આ સાથે શક્ય હોય તો તેમાં ડેટોલના ટીપા નાંખો જેથી કીટાણનો ભય ન રહે.
ઠંડા પાણીથી માસ્ક ધોવું
માસ્કને ધોવા માટે ઠંડા પાણીને બદલે ગરમ પાણીનો ઉપયોગ કરો. આ સંક્રમણથી બચવા માટે મદદ કરે છે. આ રીતે માસ્ક ધોવાથી તેના કીટાણુઓ નષ્ટ થઈ જાય છે.
માસ્કને રૂમમાં સૂકવવું
અનેક લોકો માસ્કને ધોયા બાદ રૂમમાં પંખામાં સૂકવે છે. આવી ભૂલ ન કરો. તેની પર તડકો પડે તે જરૂરી છે. રૂમમાં સૂકવવાથી તે સૂકાઈ જાય છે પણ તેમાં કીટાણુ રહી જાય છે.
એક જ માસ્કને વારેઘડી ધોવું
એક જ માસ્કને વારેઘડી ધોવાથી તે થોડા સમય બાદ ઢીલું થઈ જાય છે. માસ્કનું કપડું ઘસાઈ જાય છે. આ માટે તે પ્રભાવશાળી રહેતું નછી. શક્ય હોય તો માસ્કને થોડા સમય બાદ બદલી દેવું, કારણકે ઢીલું અને ઉતરી જાય તેવું માસ્ક સુરક્ષા આપતું નથી.
ફેસ માસ્ક ધોવાની કારગર રીતો
પ્રેશર કૂકરમાં પાણી અને મીઠઉં ઉકાળો અને તેમાં માસ્કને 10 મિનિટ રહેવા દો. પછી ધોઈને સૂકવીને ઉપયોગમાં લો.
માસ્ક ધોવા માટે પાણી અને સાબુનો ઉપયોગ કરો. માસ્કને 5 કલાક તડકામાં સૂકવ્યા બાદ જ ફરી ઉપયોગ કરો.
સાબુના પાણીમાં માસ્ક ધોયા બાદ તેને પ્રેસ કરો. આમ કરવાથી માસ્ક સારી રીતે સૂકાઈ જશે. જો તમે ઉતાળવમાં છો અને માસ્ક સૂકાયું નહીં હોય તો દિવસભર તેનાથી તમને એલર્જી થઈ શકે છે.
ડિસ્પોઝેબલ માસ્ક ઉકાળીને સાફ ન કરો. તેના અનેક તત્વોના કારણે આ રીતે તેના માટે નુકસાનદાયી સાબિત થાય છે. તેને ફક્ત સાબુથી સારી રીતે ધોઈ લો.