આદેશ / સોમવારથી આ જગ્યાએ લાગૂ થશે 14 દિવસનું કડક લૉકડાઉન, સ્વાસ્થ્યમંત્રીએ આપ્યા આદેશ

covid 19 assam 12 hour night curfew from friday 14 days in guwahati complete lockdown

સોમવારથી અસમના ગુવાહાટીમાં 14 દિવસ માટે કડક લૉકડાઉન લાગૂ કરવામાં આવશે. આ સમયે માત્ર દવાની દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. અસમમાં કોરોનાના 6300થી વધુ કેસ આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 15 જૂન બાદ 762 કેસ આવતાં સરકારની ચિંતા વધી છે. નવા 677 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી. છતાં અહીં કેસ સતત વધી રહ્યા છે. આ કારણે અસમના સ્વાસ્થ્યમંત્રીએ ફરીથી 14 દિવસનું લૉકડાઉન જાહેર કર્યું છે અને સાથે આજે નાગરિકોને ખરીદી કરવાની સૂચના આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ