બ્રેકિંગ ન્યુઝ
VTV / covid 19 and h3n2 viral cases are rising what precautions should be taken
Bijal Vyas
Last Updated: 09:05 PM, 16 March 2023
ADVERTISEMENT
ભારતમાં કોરોના વાયરસના કેસ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ વધી રહ્યા છે. ફરી કોવિડ-19ની સાથે ભારતમાં H3N2 જેવા વાયરસના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. એટલે કે કોરોનાની જેમ જ H3N2 વાયરસના કેસમાં પણ ઉછાળો આવવાથી લોકોની ચિંતામાં વધારો કર્યો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસ એક જ દિવસમાં બે ગણા વધ્યા છે અને તે સાથે જ 2 લોકોની મોત પણ થઇ છે. એક તરફ કોરોના અને બીજી તરફ H3N2ના વધતા કેસોના કારણે સ્વાસ્થ્ય વિભાગે ઉચિત સાવધાની રાખવાની સલાહ આપી છે. હવે આ લોકોના મનમાં આ સવાલ છે કે બંને વાયરસના ખતરાથી કેવી રીતે ખુદને સાચવશો? જાણો શું કહે છે એક્સપર્ટ...
ADVERTISEMENT
જાણો H3N2વાયરસ વિશે
H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસનો સબ-ટાઇપ છે. H3N2 વાયરસ સંક્રમિત વ્યક્તિની ખાંસી કે છીંક માધ્યમથી સ્વસ્થ્ય વ્યક્તિ સુધી પહોંચે છે. H3N2 વાયરસના સંક્રમણના સામાન્ય લક્ષણ ફ્લૂની જેમ છે. આ વાયરસની ઝપેટમાં આવવાથી તાવ, ઠંડી લાગવી, ખાંસી, ગળામાં ખરાશ, શરદી વગેરેની સાથે અમુક કેસમાં નાક બંધ થવુ, માથામાં દુખાવો અને થાક જેવા લક્ષણ જોવા મળે છે. અમુક લોકોમાં ઝાડા-ઉલ્ટી અને શ્વાસ લેવામાં મુશ્કેલી પણ જોવામાં આવી છે.
કોવિડ-19 કરતા કેટલો અલગ છે H3N2?
કોવિડ-19 જૂનોટિક બીમારી છે. એટલે કે આ બીમારી જાનવરોથી માણસો અને માણસોથી જાનવરોમાં ફેલાઇ શકે છે. આ વાયરસનું નામ SARS-Cov-2 છે અને આ કારણ ફેલાવાવાળી બીમારીને WHO એ COVID-19 નામ રાખ્યું છે. કોવિડ 19 અને H3N2 વાયરસ બંને એકબીજાથી અલગ છે.
H3N2થી બચવા માટે સાવધાની
કોઇ પણ અન્ય વાયરસની જેમ H3N2 વાયરસથી બચવા માટે ઉચિત સાવધાની રાખો, માસ્ક પહેરો, હાથ સાફ રાખો અને સંક્રમણથી બચવા ચહેરા અને આંખને વારવાર ન અડવું. અત્યારે લોકોએ માસ્ક પહેરવુ અને તેને ગંભીરતાથી લેતા બંધ કરી દીધુ છે પરંતુ ફેસ માસ્ક ફ્લૂના પ્રસારને રોકી શકે છે. તથા હાનિકારક કણોને શરીરમાં જવાથી રોકે છે, તેથી માસ્ક લગાવો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.