COVAXIN now a universal vaccine for adults and children: Bharat Biotech
મહામારી /
કોવેક્સિન વયસ્કો અને બાળકો બન્નેને કોરોનાથી બચાવવા કારગર, મેકર ભારત બાયોટેકનો મોટો દાવો
Team VTV10:39 PM, 13 Jan 22
| Updated: 10:43 PM, 13 Jan 22
ભારત બાયોટેકે તેની સ્વદેશી કોવેક્સિનને લઈને એક મહત્વના સમાચાર આપ્યાં છે.
કોવેક્સિન બનાવનાર ભારત બાયોટેકનો મોટો દાવો
કોવેક્સિન હવે વયસ્કો અને બાળકો માટેની વૈશ્વિક વેક્સિન બની
વૈશ્વિક વેક્સિન બનાવવાનો ધ્યેય સિદ્ધ થયો
ભારત બાયોટેકે ગુરુવારે રાતે જણાવ્યું કે કોરોનાની તેની સ્વદેશી કોવેક્સિન હવે વયસ્કો અને બાળકો માટેની વૈશ્વિક વેક્સિન બની છે. આ મુદ્દે એક નિવેદન જારી કરતા ભારત બાયોટેકે જણાવ્યું કે કોરોના સામે વૈશ્વિક વેક્સિન બનાવવાનો ધ્યેય સિદ્ધ થયો છે અને લાઈસન્સ માટેની તમામ પ્રોસિજર પૂર્ણ કરી દેવાઈ છે.
COVAXIN is now a universal vaccine for adults and children. Our goals of developing a global vaccine against COVID-19 have been achieved and all product development for licensure has been completed: Bharat Biotech pic.twitter.com/LQ7iBxp5OI
કોવેક્સિન વયસ્કો અને બાળકો બન્નેને કોરોનાથી બચાવવા કારગર
ભારત બાયોટેકે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું કે કોવેક્સિન વયસ્કો અને બાળકો બન્નેને કોરોનાથી બચાવવા કારગર છે. ભારતની સ્વદેશી કોવેસિન કોરોના ડેલ્ટા તેમજ ઓમિક્રોન વેરિએન્ટ પર ખૂબ અસરકારક સાબિત થઈ રહી છે. કોવેસિનનો બુસ્ટર ડોઝ કોરોનાના ડેલ્ટા તેમજ ઓમ કિરોન વેરિએન્ટને નિષ્ક્રિય કરવામાં સક્ષમ છે.
કોવેક્સિનના માર્કેટ યુઝની મંજૂરી માટે કંપનીએ સરકાર પાસે માંગી મંજૂરી
હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે જણાવ્યું કે હાલમાં દેશમાં કોવેક્સિનની ઈમરજન્સી ઉપયોગની મંજૂરી હોવાથી અમે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયાને જણાવ્યું છે કે હવે અમને કોવેક્સિનની માર્કેટ યુઝની મંજૂરી આપવામાં આવે. હાલમાં ભારતમાં 12 ટકા વેક્સિન કોવેક્સિનની અપાઈ રહી છે. તે ઉપરાંત 15-18 વર્ષની વયના લોકોને પણ ફક્ત કોવેક્સિન જ અપાઈ રહી છે.
બુસ્ટર ડોઝની જરૂરિયાત કેમ ?
કોરોના વિરુદ્ધ વેક્સિનેશનથી જે ઇમ્યુનિટી થોડા મહિનામાં પુરી થઇ જાય છે તેને વધારવા માટે વેક્સિનનો બુસ્ટર ડોઝ જરૂરી છે. આ ઉપરાંત કોરોનાના નવા વેરિએન્ટ ઓમીક્રોને બુસ્ટર ડોઝની જરુરિયાત વધારે દીધી છે. કેમ તે નવો વેરિયેન્ટ જે લોકોએ રસી લીધી છે તેમને પણ શિકાર બનાવી રહ્યો છે. જેનાથી સૌથી વધુ ખતરો વડીલો, હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સને છે. જેથી વેક્સિનનોત્રીજો ડોઝ લગાવવામાં આવી રહ્યો છે.