covaxin approved in australia passengers will be able to travel without any restrictions
નિર્ણય /
BIG NEWS: વિદેશ જવાનું વિચારતા ભારતીયો માટે મહત્વના સમાચાર, ઓસ્ટ્રેલિયા સરકારે લીધો મોટો નિર્ણય
Team VTV01:18 PM, 01 Nov 21
| Updated: 01:53 PM, 01 Nov 21
ઓસ્ટ્રેલિયા સરકારે પ્રવાસીઓ માટે મોટો નિર્ણય લીધો છે.ભારત બાયોટૅકની Covaxinને મંજૂરી આપી છે. આ વાતની જાણકારી ભારતમાં ઓસ્ટ્રેલિયાના ઉચ્ચાયુક્ત બૈરી ઓ ફૈરલે આપી સત્તાવાર રીતે આપી હતી.
ભારતીયો માટે મોટા સમાચાર
ઓસ્ટ્રેલિયાની સરકારે કોવેક્સિનને આપી મંજૂરી
કોઈપણ રોકટોક વગર ભારતીય પ્રવાસી કરી શકશે યાત્રા
નવી મંજૂરી બાદ Covaxin લઈ ચૂકેલા ભારતીયોને મંજૂરી મળશે. જો કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા લીલી ઝંડી હજી સુધી આપી નથી. કંપનીએ એપ્રિલમાં ઈમરજન્સી યૂઝ લિસ્ટિંગ માટે અરજી કરી છે. ઓસ્ટ્રેલિયામાં કોવિશિલ્ડને પહેલા જ મંજૂરી મળી ચૂકી છે.
ઓસ્ટ્રેલિયાના આરોગ્ય વિભાગનો નિર્ણય
સમાચાર એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયન સરકારના આરોગ્ય વિભાગે સોમવારે જણાવ્યું હતું કે આજે થૈરુપ્યૂટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશને Covaxinને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. વિભાગના આ નિર્ણયથી Covaxin લેનાર ભારતીય પ્રવાસી આંતરરાષ્ટ્રીય ઉડાન ભરવામાં સરળતા રહેશે. 12 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના પ્રવાસીઓને દેશમાં સરળતાથી પ્રવેશ મળી શકશે. વિભાગે જાણકારી આપી હતી કે, TGAએ તાજેતરમાં જ વેક્સિન સંબંધિત વધુ જાણકારી આપી છે.
Australian Government recognises Bharat Biotech's Covaxin for the purpose of establishing a traveller's vaccination status: Australia’s High Commissioner to India, Barry O’Farrell AO pic.twitter.com/yMXenctRbg
સિનોફાર્મ દ્વારા તૈયાર કરાયેલ રસીને પણ મળી માન્યતા
આ દરમિયાન, TGA એ ચીનની ફાર્મા કંપની સિનોફાર્મ દ્વારા તૈયાર કરવામાં આવેલી BBIBP-CorV ને પણ પરવાનગી આપી છે. હાલમાં, સરકારી એજન્સીની માન્યતા પ્રાપ્ત રસીઓની યાદીમાં કોર્મિનાટી (ફાઇઝર), વેક્સજાવરિયા (એસ્ટ્રાઝેનેકા), કોવિશિલ્ડ (એસ્ટ્રાઝેનેકા), સ્પાઇકવેક્સ (મોડર્ના), જેન્સેન (જોન્સન એન્ડ જોન્સન), કોરોનાવેક (સિનોવાક)ના નામ સામેલ છે.
મસ્કતમાં પણ પરવાનગી મળી ગઈ છે
ગુરુવારે જાહેર થયેલ એક અહેવાલમાં જણાવાયું છે કે, ભારત બાયોટેકની કોવેક્સીન રસીને અલગતાની જરૂરિયાત વિના ઓમાનની મુસાફરી માટે મંજૂર કરાયેલ COVID-19 રસીની સૂચિમાં શામેલ કરવામાં આવી છે. ભારત બાયોટેકે ટ્વિટર પર લખ્યું, 'કોવેક્સિન રસી હવે ઓમાનની મુસાફરી માટે અલગતાની જરૂરિયાત વિના મંજૂર કોવિડ -19 રસીની સૂચિમાં શામેલ છે. આનાથી ભારતથી ઓમાન જતા પ્રવાસીઓને સુવિધા મળશે જેમને રસીની રસી મળી છે.