covaxin approval requested in us for ages 2 18 by bharat biotech partner
BIG NEWS /
2-18 વર્ષના બાળકોને લાગી શકે છે ભારતની કોવેક્સિન, અમેરિકાએ પણ ઉપયોગ માટે માંગી મંજૂરી
Team VTV11:19 AM, 06 Nov 21
| Updated: 11:31 AM, 06 Nov 21
2-18 વર્ષના બાળકોને લાગી શકે છે કોવેક્સિન? અમેરિકામાં માંગવામાં આવી દેશી રસીના ઉપયોગ માટે મંજૂરી
કોવેક્સિનને આખરે દુનિયાએ સ્વીકારી
ઓક્યૂજેન ઈંકે બાળકો માટે રસીના ઉપયોગને લઈને એફડીએની પાસે અરજી કરી
WHOએ કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે
કોવેક્સિનને આખરે દુનિયાએ સ્વીકારી
ભારતની દેશી રસી કોવેક્સિનને આખરે દુનિયાએ સ્વીકારી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પાસેથી મંજૂરી મળ્યા બાદ હવે સ્વીકાર્યતા પુરી દૂનિયામાં વધી ગઈ છે. જો બધુ બરાબર રહ્યું તો ભારત બાયોટેકની કૌવેક્સિન 2 વર્ષથી 18 વર્ષની વચ્ચેના બાળકોમાં લગાવી શકાય છે. કોવિડ-19 રોધી કોવેક્સિન માટે અમેરિકા અને કેનેડામાં ભારત બાયોટેકની સહયોગી ઓક્યૂજેન ઈંકે શુક્રવારે કહ્યું કે તેમણે બાળકો માટે રસીના ઉપયોગને લઈને અમેરિકન ખાદ્ય અને ઔષધિ પ્રશાસન (એફડીએ)ની પાસે અરજી કરી છે.
ઓક્યૂઝેન ઈંકે બાળકો માટે રસીના ઉપયોગને લઈને એફડીએની પાસે અરજી કરી
ઓક્યૂઝેને નિયામકને કહ્યું કે તેમની અરજી ભારત બાયોટેક દ્વારા બે વર્ષથી 18 વર્ષના 526 બાળકો- કિશોરો પર ભારતમાં બીજા અને ત્રીજા ચરણના ક્લીનિકલ ટ્રાયલના પરિણામ પર આધારિત છે. રસીની અસરને જોવા માટે ભારતમાં લગભગ 25, 800 વયસ્કો પર તેના ત્રીજા ચરમના પરિણામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઓક્યૂઝેનના મુખ્ય કાર્યકારી અધિકારી, સહ સંસ્થાપક તથા બોર્ડ ના અધ્યક્ષ શંકર મુસુનુરીએ કહ્યું બાળક ચિકિત્સા ઉપયોગને લઈને અમેરિકામાં ઈમરજન્સી ઉપયોગ માટે અરજી આપવા, રસીને ઉપલબ્ધ કરાવવા અને કોવિડ 9 મહામારીને પહોંચી વળવામાં મદદ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
WHOએ કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી
તેમણે કહ્યું કે કેટલાક અધ્યયનથી એ વિચાર સામે આવ્યો છે કે લોકો પોતાના માટે ખાસ કરીને પોતાના બાળકો માટે રસીની પસંદગી અને વિકલ્પ ઈચ્છે છે. નવા પ્રકારની રસી ઉપલબ્ધ થવા પર ડોક્ટરો સાથે ભલામણ કરી પોતાના બાળકો માટે સારો નિર્ણય ઈચ્છે WHOએ કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે.
કોવેક્સિનના મહત્વના પડાવ
19 એપ્રિલ 2021- ભારત બાયોટેકે કોવૈક્સ WHOની ઈમરજન્સી ઉપયોગની યાદીમાં સામેલ કરવા માટે ઈઓઆઈ રજૂ કરી
26 ઓક્ટોબર 2021- WHOના તાત્કાલીક સલાહકાર ગ્રુપે રસીના ક્લીનિકલ ટ્રાયલ સાથે જોડાયેલાની સમીક્ષા કરી વધારાની જાણકારી માંગી
3 નવેમ્બરે 2021- ટેક્નિકલ સલાહકાર ગ્રુપના દસ્તાવજોના વિશ્લેષણ બાદ કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે યાદી બદ્ધ કરવાની ભલામણ કરી