બિહાર RJDના નેતા તેજસ્વી યાદવ સહિત 6 લોકો સામે સીજેએમ કોર્ટે FIR દાખલ કરવા આદેશ આપ્યા છે. તમામ લોકોએ એક વકિલને ભાગલપુરની સીટ આપવાના બહાને તેની પાસેથી 5 કરોડ રૂપિયા લીધા હતા.
તેજસ્વી યાદવ સામે FIR દાખલ કરવાનો કોર્ટનો આદેશ
મીસા ભારતી સામે પણ FIR દાખલ કરવાના આપ્યા આદેશ
કુલ 6 લોકો સામે હવે FIR દાખલ થશે
2019માં જે લોકસભા ચૂંટણી થઈ હતી તેને લઈને RJD નેતા તેજસ્વી યાદવ અને મીસા ભારતી સહિત 6 લોકો પર ગંભીર આરોપો લાગ્યા છે. જેમા 6 લોકોએ ટિકીટ આપવાના બહાને 5 કરોડ રૂપિયા લીધા હતા તેવા તેમના પર આરોપ લાગ્યા છે. બિહાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મોહન ઝા, કોંગ્રેસ પ્રગેશ પ્રવક્તા રાજેશ રાઠોડ, કોંગ્રસના દિવંગત નેતા સદાનંદ સિંહના પુભ સુભાનંધ મુકેશનું નામ પણ આ કાંડમાં શામેલ છે.
ટિકીટની લાલચ આપી 5 કરોડ લીધા
આ તમામ લોકો પર આરોપ છે કે તેમણે તેમણે કોંગ્રેંસ નેતા અને વકીલ સંજીવ કુમાર સિંહ પાસેથી 5 કરોડ રૂપિયા લીધા અને તેમને વાયદો કર્યો હતો હતો તે તેમને ભાગલપુર લોકસભા ટિકિટ આપવામાં આવશે. પરંતુ તેમને ટિકીટ ન મળી.
ભાગલપુરની ટિકીટની આપી હતી લાલચ
સમગ્ર મામલે 18 ઓગસ્ટના રોજ સંજીવ કુમાર સિંહે પટના સીજેએમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમા તેમણે એવા આરોપ લગાવ્યા કે 15 જાન્યુઆરી 2019ના રોજ આરજેડી નેતા તેજસ્વી યાદજવ અને મીસા ભારતી સહિત 6 લોકોએ તેમને વાયદો આપ્યો કે તેમને ભાગલપુરની ટિકીટ મળશે. સાથેજ તેમની પાસેથી 5 કરોડ રૂપિયા પણ લીધા હતા.
પટના એસએસપીને FIR દાખલ કરવા આપ્યા આદેશ
ફરિયાદમાં સંજીવ કુમારે એવું પણ કહ્યું કે જ્યારે તેમને લોકસભાની ટિકીટ ન મળી ત્યારે તેમને આશ્વાસન આપવામાં આવ્યું કે 2020માં વિધાનસભા ચુટણીમાં જ્યારે મહાગઠબંધન થશે ત્યારે તેમને વિધાનસભા ચૂંટણીમાં ટિકીટ આપવામાં આવશે. જેથી આ સમગ્ર મામલે કોર્ટ દ્વારા પટના એસએસપી ઉપેન્દ્ર શર્માને આદેશ આપવામાં આવ્યો છે કે બધાજ આરોપીઓ સામે ગુનો દાખલ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.