ફિલ્મ લવરાત્રીને લઇને વકર્યો વિવાદ, સલમાન સામે FIR દાખલ કરવા કોર્ટનો આદેશ

By : vishal 08:06 PM, 12 September 2018 | Updated : 08:06 PM, 12 September 2018
દબંગ સ્ટાર સલમાન ખાન ફરી એકવાર ફરી કાનૂની અડચણોમાં ફસાઇ ગયા છે. મુજફ્ફરપુરની CJM કૉર્ટે સલમાન ખાન સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે. સલમાન ખાન પર હિંદૂઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગ્યો છે.

સલમાન ખાનનાં બેનર હેઠળ રીલીઝ થનારી ફિલ્મ  LOVE રાત્રી લઇને CJM કૉર્ટમાં પિટિશન દાખલ કરા છે. આ પિટિશનમાં આરોપ લગાવ્યો છે કે, સલમાન ખાનનાં પ્રોડશન હેઠળ બની રહેલી ફિલ્મનું નામ હિંદૂઓની ભાવનાને ઠેસ પહોંચાડે છે. 

પોતાની ફરિયાદમાં સુધીર ઓઝાએ લખ્યું કે, આ પ્રકારની ફિલ્મ બનાવીને તેમણે હિંદૂ સમાજને નીચો બતાવવાનો પ્રયત્ન કર્યો છે. પિટિશનમાં ફિલ્મમાં અશ્લીલતા ફેલાવવા અને ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કહેવામાં આવ્યું છે. આ મામલે હવે સુનાવણી થતા મુજફ્ફરપુર કોર્ટે સલમાન ખાન વિરૂદ્ધ FIR નોંધવા આદેશ આપ્યો છે. 

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story