બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સગીર વિદ્યાર્થી સાથે ફરાર થવાનો મામલો, શિક્ષિકાને કોર્ટે ગર્ભપાતની આપી મંજુરી
Last Updated: 09:49 AM, 14 May 2025
સુરતના 13 વર્ષીય કિશોર અને શિક્ષિકાના ફરાર થવાના કેસમાં એક મહત્વપૂર્ણ ખબર સામે આવી છે. આ પહેલા એ વાત જણાવી દઇએ કે આ ઘટનામાં 23 વર્ષીય શિક્ષિકા 13 વર્ષીય વિદ્યાર્થી સાથે ફરાર થઇ ગઇ હતી.. અને બાદમાં શિક્ષિકા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
આ કેસમાં શિક્ષિકાએ સેશન કોર્ટમાં ગર્ભપાત કરાવવાની મંજુરી માંગતી અરજી કરી હતી. જે અરજી કોર્ટે મંજુર કરી છે અને શિક્ષિકાને ગર્ભપાતની મંજુરી આપી છે. તબીબી રિપોર્ટમાં તબીબે ગર્ભપાત કરાવવાનું શિક્ષિકાના હિતમાં હોવાનું જણાવ્યું હતું. તબીબે એવો અહેવાલ રજુ કર્યો હતો કે આ મહિલા શિક્ષિકા કૂપોષિત બાળકને જન્મ આપે તેવી શક્યતા છે.. તેના મેડિકલ રિપોર્ટને આધારે જજ દ્વારા શિક્ષિકાને ગર્ભપાતની મંજુરી આપવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ લગ્નમાં ખોટા ખર્ચ ઘટાડવા કચ્છના આહિર સમાજનો મોટો નિર્ણય, સોનાની લેતી-દેતી પર મુકી દીધો પ્રતિબંધ
મહત્વનું છેકે શિક્ષિકાએ ટ્યૂશનમાં આવતા 13 વર્ષના વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા, જ્યારે સમગ્ર કિસ્સા પર પ્રકાશ પડ્યો ત્યારે શિક્ષિકા પાંચ માસનો ગર્ભ ધરાવતી હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મહિલા શિક્ષિકા 13 વર્ષના કિશોર સાથે ફરાર થઇ ગઇ હતી..અને બન્નેને પોલીસે રાજસ્થાનની બોર્ડર પાસેથી પક્ડયા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.