બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / CM કેજરીવાલનો જેલવાસ લંબાયો, કોર્ટે 3 જુલાઈ સુધી લંબાવી જ્યુડિશિયલ કસ્ટડી

દારુ કૌભાંડ / CM કેજરીવાલનો જેલવાસ લંબાયો, કોર્ટે 3 જુલાઈ સુધી લંબાવી જ્યુડિશિયલ કસ્ટડી

Last Updated: 02:58 PM, 19 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દારુ કૌભાંડના મુખ્ય આરોપી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી વધુ એક વાર લંબાવી દેવામાં આવી છે.

દારુ કૌભાંડના મુખ્ય આરોપી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનો જેલવાસ લંબાયો છે. દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટે ફરી એક વાર કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવી દીધી છે. સાથે વિનોદ ચૌહાણની ન્યાયિક કસ્ટડી પણ લંબાવાઈ છે.

કેજરીવાલ દિલ્હીની તિહાડ જેલમાં કેદ

આ બન્નેને આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં બંનેની ન્યાયિક કસ્ટડી આજે પૂરી થતાં તેમને કોર્ટમાં રજૂ કરાયાં હતા. હાલમાં કેજરીવાલ દિલ્હીની તિહાડ જેલમાં કેદ છે. રાઉઝ એવન્યુ કોર્ટના આ આદેશ બાદ કેજરીવાલે હાલ તિહાર જેલમાં જ રહેવું પડશે.

વધુ વાંચો : આઈસક્રીમમાં મળેલી આંગળી કોની હતી? થયો મોટો ખુલાસો, કેવી રીતે કપાઈ હતી?

ઈડીએ કેજરીવાલને દારુ કૌભાંડના મુખ્ય આરોપી બનાવ્યાં

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન EDના વકીલે કહ્યું કે વિનોદ ચૌહાણે કવિતાના PA પાસેથી 25 કરોડ રૂપિયા અભિષેક બોઈનપલ્લી મારફતે લીધા હતા. આ પૈસા ગોવાની ચૂંટણી માટે લેવામાં આવ્યા હતા. વિનોદ ચૌહાણની મે મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Delhi liquor policy Delhi Liquor Policy Case Arvind Kejriwal custody
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ