બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Court denies bail to woman YouTuber who groped minor

દાખલારુપ ચુકાદો / 'ભલે બાળકના કપડાં ઉતાર્યાં ન હોય પણ ઈરાદો ખોટો હોય તો યૌન શૌષણ ગણાય', પોક્સો કોર્ટનોચુકાદો

Hiralal

Last Updated: 02:42 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈની POCSO કોર્ટે ખોટા ઈરાદાથી બાળકના પ્રાઈવેટ પાર્ટનો સ્પર્શ કરનાર મહિલા યુટ્યુબરની જામીન અરજી ફગાવી દીધી છે.

  • મુંબઈની POCSO કોર્ટે મહિલા યુટ્યુબરની જામીન અરજી ફગાવી
  • વીડિયોને બહાને બાળકના પ્રાઈવેટ પાર્ટનો કર્યો હતો સ્પર્શ 
  • આ કેસમાં દત્તક માતા પણ દોષિત 

મુંબઈની POCSO કોર્ટે  ખોટા ઈરાદાથી બાળકના પ્રાઈવેટ પાર્ટનો સ્પર્શ કરનાર મહિલા યુટ્યુબરની જામીન અરજી ફગાવી દીધી છે. મહિલા પર આરોપ છે કે તેણે વીડિયો બનાવવાને બહાને અને ખોટા ઈરાદાથી બાળકના પ્રાઈવેટ પાર્ટનો સ્પર્શ કરીને તેનું યૌન શોષણ કર્યું હતું. 

પોક્સો કોર્ટના જજે વીડિયો જોઈને આપ્યો ફેંસલો 
બાળકના યૌન શૌષણ કેસમાં ગત અઠવાડિયે સુનાવણી યોજાઈ હતી.  પોક્સો કોર્ટના જજે પોતે આ વિડીયો જોયો હતો અને મહિલાની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે એવું પણ અવલોકન કર્યું કે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બાળક મહિલાના ખોળામાં કેટલું અસ્વસ્થતા અનુભવી રહ્યું હતું. બાળકની બોડી લેંગ્વેજ જ મામલાની સત્યતા દર્શાવે છે. નીચે ઉતારતી વખતે મહિલાએ બાળકના પ્રાઈવેટ પાર્ટનો સ્પર્શ કર્યો આ તમામ દર્શાવે છે કે મહિલાનો ઈરાદો સારો નહોતો અને તે યૌન શૌષણ કરવા માગતી હતી. કોર્ટે કહ્યું કે યૌન શૌષણ માટે જરુરી નથી કે કોઈ બાળકના કપડાં ઉતારવામાં આવે, ઈરાદો ખોટો હોય તો પણ યૌન શૌષણ જ ગણાય. 
મહિલાએ લાઈવ વિડીયો બનાવતી વખતે બાળકના પ્રાઈવેટ પાર્ટનો ટચ કર્યો હતો અને તેને અપલોડ પણ કર્યો હતો. 

બાળકની બહેને પહેલા પોલીસ અને પછી કોર્ટમાં ફરિયાદ 
બાળકની બહેને પહેલા પોલીસ અને પછી કોર્ટમાં ફરિયાદ કર્યા બાદ મામલો પ્રકાશમાં આવ્યો હતો. બાળકની બહેન ડોક્ટર છે અને દત્તક લેનાર માતા-પિતાની પુત્રી છે. બાળકની બહેને કોર્ટને કહ્યું કે દત્તક લેવાની પ્રક્રિયા પણ ગેરકાયદેસર છે કારણ કે તેમાં કોઈ કાયદાકીય દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા નથી. આ બાળકને એક ભિખારી પાસેથી દત્તક લેવામાં આવ્યું છે. આ તબીબે એવો પણ આરોપ લગાવ્યો છે કે આ કેસની બંને આરોપી મહિલાઓ આવી જ રીતે બાળકોનું શોષણ કરે છે. બાળકની બહેને આ યુટ્યુબર મહિલા પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે આ મહિલા અન્ય બાળકોનું પણ યૌન શોષણ કરે છે.  

આરોપી મહિલા સામે દાખલ થઈ ચાર્જશીટ 
 આ અઠવાડિયે, POCSO એક્ટ હેઠળ આરોપી મહિલા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને હવે જજ તેને દોષી ઠેરવીને સજા આપશે. 

શું બની હતી ઘટના 

31 ડિસેમ્બર 2021ના રોજ આરોપી મહિલાએ બાળકનો એક કલાક લાંબો વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. વીડિયોમાં જોવા મળ્યાં પ્રમાણે, આરોપી મહિલાએ બાળકને તેડી લીધું હતું જોકે બાળકના હાવભાવ પરથી લાગતું હતું કે આ બધું તેને ગમતું નહોતું અને તે સતત રડી રહ્યું હતું અને મહિલા પાસેથી નીચે ઉતરવા માગતું હતું. ત્યાર બાદ મહિલાએ બાળકના ઘણા વીડિયો ઉતાર્યા હતા.  એક વિડીયોમાં તે અશ્લીલ ભાષાનો ઉપયોગ કરતી જોવા મળી રહી છે. આરોપી મહિલાએ એમ પણ કહ્યું કે મને વીડિયો બનાવતા  કોઈ રોકી નહીં શકે. બાળકની દત્તક માતા પણ આ કેસમાં આરોપી છે અને હાલમાં જેલના સળિયા પાછળ છે.

કયા આધારે કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી 
પોક્સો કોર્ટના જજે કહ્યું કે વીડિયો બનાવવાના નામે બાળકને આવી રીતે તેડવું, તેના પ્રાઈવેટ પાર્ટને આ રીતે દબાવવો અને આવા ખોટા કામ બદલ જરા પણ પસ્તાવો ન થવો તેમજ અશ્લીલ અને ગંદી ભાષાનો ઉપયોગ કરવો વગેરે જેવી બાબતો મહિલાને જામીન આપવા માટે યોગ્ય નથી.

સંકળાયેલા મુદ્દાઓ

POCSO Act POCSO act news mumbai POCSO court woman YouTuber woman YouTuber conviction woman YouTuber
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ