Thursday, July 18, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

Viral / જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલના સ્ટાફની બહાદુરી, એક દર્દીને આત્મહત્યા કરતા બચાવી

જૂનાગઢમાંથી ભલ ભલાને કંપાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં એક યુવતી કે જે સારવાર લઈ રહી છે. તે યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ઘટના સિવિલ હોસ્પિટલની છે. કે જ્યાં એક યુવતીએ આત્મહત્યા કરવાનું વિચાર્યુ અને બાદમાં તે હોસ્પિટલની છત પર ચઢી ગઈ. હોસ્પિટલ તંત્રને આ વાત ધ્યાને આવતા સિવિલનો સ્ટાફ તરત જ છત પર દોડી ગયો. સ્ટાફે ખૂબ જ સાવચેતી રાખીને યુવતીને આત્મહત્યા કરતા રોકી અને આખરે ભારે જહેમત બાદ યુવતીને છત પર ખેંચી લઈ તેનો બચાવ કર્યો છે. જ્યારે યુવતીને આબાદ બચાવી લેવામાં આવી ત્યારે આખી હોસ્પિટલ તંત્રએ રાહતનો શ્વાસ લીધો,. જોકે, યુવતી આત્મહત્યા કેમ કરવા માગે છે તે હજુ જાણવા મળ્યું નથી.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ