બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:25 PM, 13 January 2025
કાનપુરમાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક કપલ બાઇક પર રોમાન્સ કરતા જોવા મળી રહ્યું છે. આ વીડિયો કાનપુરના ગંગા બેરેજ વિસ્તારનો છે. જો કે, આ વિડિયો અંગે પોલીસે હવે તપાસ હાથ ધરી છે. વિડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક બાઇક ચલાવી રહ્યો છે અને યુવતી બાઇક ચાલુ છે તે જ દરમિયાન તેના ખોળામાં બેસી જાય છે. બીજું કે, આ કપલે હેલ્મેટ પહેર્યું જ નથી.
ADVERTISEMENT
Viral: लड़की के साथ बाइक पर रोमांस करता दिखा Kanpur का युवक pic.twitter.com/UK8JO9LcRE
— Shyam Sundar Goyal (@ssgoyalat) January 10, 2025
બંને એક ગીત લિપ સિંક કરી રહ્યા છે અને સાથે-સાથે બાઇક પણ ચલાવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો, જેના પછી લોકોએ સોશિયલ મીડિયા પર તેની ટીકા કરવાનું શરૂ કર્યું. કાનપુર પોલીસે આ બાબતની નોંધ લીધી અને વીડિયોના સંદર્ભમાં તપાસ શરૂ કરી છે. એક યુઝરના ટ્વીટમાં પોલીસે કહ્યું, "આ બાબતને ધ્યાનમાં લેવામાં આવી છે અને સંબંધિત લોકોને જાણ કરવામાં આવી છે."
ADVERTISEMENT
વધુ વાંચો: મહાકુંભમાં આવેલી આ સાધ્વી સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ, સન્યાસી બનવાનું જણાવ્યું કારણ, જુઓ વીડિયો
આ પહેલા પણ 10 વખત દંડ ફટકારવામાં આવ્યો હતો
અહેવાલો અનુસાર, વીડિયોમાં દેખાતો વ્યક્તિ કાનપુરના આવાસ વિકાસ વિસ્તારનો રહેવાસી છે અને તેને ટ્રાફિક નિયમોના ભંગ બદલ ભૂતકાળમાં 10 વખત દંડ ફટકારવામાં આવ્યો છે. કાનપુરમાં આ પ્રકારનો વીડિયો પહેલીવાર સામે આવ્યો નથી.
ત્યાં જૂન 2024માં પણ એક યુવક ગંગા બેરેજ વિસ્તારમાં ચાલુ બાઇક પર 'ટાઈટેનિક' પોઝ આપતા પકડાયો હતો. આ પછી, યુવક વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 336 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે, પોલીસે મોટર વ્હીકલ એક્ટ હેઠળ યુવક પર 12,000 રૂપિયાનો દંડ પણ વસૂલ્યો હતો કારણ કે બાઇક ઉન્નાવમાં નોંધાયેલ હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.