બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : હમ નહીં સુધરેંગે! રેલવે સ્ટેશન પર કપલે માણી અંગત પળો, કામ ઉપડતાં ભૂલ્યાં સ્થળ-કાળનું ભાન
Last Updated: 09:02 PM, 15 April 2025
લોકો સુધરશે નહીં એ નક્કી! બધાને ખબર છે કે જાહેરમાં અશ્લિલતાનું પ્રદર્શન કરી શકાતું નથી, પરંતુ જ્યારે પ્રેમમાં પડેલાં કપલમાં કામ ઉપડે છે પછી સ્થળ કાળનો ભેદ જ ભૂલાઈ જવાય છે અને પછી જાણે પોતાને કોઈ જોતું જ નથી એવી રીતે વર્તન કરતાં હોય છે. જાહેરમાં કપલની અશ્લિલતાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે મુંબઈના અંધેરી રેલવે સ્ટેશનને ઓછી અવરજવર એરિયામાં એક યુવાન અને યુવતી બાહુપાશમાં જકડાઈને ઊભા છે અને અશ્લિલ હરકતો કરી રહ્યાં છે.
ADVERTISEMENT
અંધેરી રેલવે સ્ટેશનમાં અશ્લિલ હરકતો
ADVERTISEMENT
મુંબઈના અંધેરી સ્ટેશન પર ધોળા દિવસે એક યુગલ વચ્ચે અશ્લીલ હરકતોનો વીડિયો સામે આવ્યો છે. તેમના શરમજનક કૃત્યનો વીડિયો નજીકમાં હાજર એક વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધો હતો અને હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. આ કપલ એકબીજાને ખૂબ જ નજીકથી કિસ કરી રહ્યું છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના અંધેરી સ્ટેશન પર બની હતી. સ્ટેશનની એક બાજુ એક કપલ ઊભું છે અને એકબીજાને ચુંબન કરી રહ્યું છે. એટલા માટે સ્ટેશન પર આવતા-જતા મુસાફરો તેમની સામે જોઈ રહ્યા છે અને તેમની મજાક ઉડાવી રહ્યા છે.
બે દિવસ પહેલાં બેંગ્લુરુ સ્ટેશને પણ કપલની કામલીલા
હાલમાં જ બેંગલુરુ મેટ્રોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક મેટ્રો સ્ટેશન પર તેની ગર્લફ્રેન્ડ સાથે ઉભો છે અને અચાનક જ તે તેની ગર્લફ્રેન્ડના ટી-શર્ટમાં હાથ નાખવાનો પ્રયાસ કરે છે. આ ઘટના જાહેરમાં બનતા આસપાસ ઉભેલા લોકો પણ ચોંકી ગયા હતા. વીડિયો જોયા પછી ઘણા લોકોએ ટિપ્પણી કરી હતી કે આ પ્રકારનું વર્તન જાહેર સ્થળે યોગ્ય નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.