બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 09:02 AM, 9 June 2023
ADVERTISEMENT
લગ્ન બાદ જ્યારે બે લોકોને સાથે રહેવાનું થાય છે. તો તમામ પ્રકારની મુશ્કેલીઓ આવે છે. તેની અસર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. જેનાથી રિલેશનમાં કડવાસ વધવા લાગે છે. ઘણી મુશ્કેલીઓ તો એવી હોય છે જે લગ્ન તોડવા સુધીનું કામ કરી દે છે.
ADVERTISEMENT
એવામાં લગ્ન તૂટવાથી કેવી રીતે બચાવી શકાય? તેને લઈને એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે ફક્ત 90 મિનિટ વાળા નિયમ પર ધ્યાન આપો તો લગ્નથી બચી શકાય છે. તેનાથી જીવનમાં પણ સુખ આવે છે.
15 હજારથી વધારે લોકોનો સર્વે
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર બ્રિટનની ગાદલા બનાવતી કંપની ડ્રીમે એક સર્વે કર્યો છે. જેમાં જાણવા મળ્યું કે અઠવાડિયામાં 50 ટકાથી વધારે વખત લોકોની ઉંઘ તૂટે છે અથવા તો તેમાં ખલેલ પડે છે. કંપનીએ 15,000થી વધારે લોકોનો સર્વે કર્યો. તેમાંથી 27 ટકાએ કહ્યું કે જો તે એકલા સુવે છે તો તેમને સારી ઉંઘ આવે છે. ત્યાં જ 8 ટકાએ કહ્યું કે તે અલગ અલગ પલંગ પર સુવે છે તો સારી ઉંઘ આવે છે.
આ ઉપરાંત 55 ટકા લોકો પોતાના પાર્ટનરના નસકોરાથી પરેશાન છે. ડ્રિમ્સના સ્લીપ એક્સપર્ટનું કહેવું છે કે ઓછી ઉંઘ આવવા અને તેનાથી થતા ટ્રેસનું કપલ્સ અને તેમની ગૃહસ્થી પર ગંભીર અસર પડે છે. સ્લીપ એક્સપર્ટ સૈમી મારગોએ કહ્યું, "લોકો ત્યારે વધારે આર્ગુ કરે છે જ્યારે તે થાકી ગયેલા હોય છે અથવા તો ટ્રેસમાં હોય છે કારણ કે થાક અને સ્ટ્રેસ કોઈની પણ ભાવનાઓ પર નિયંત્રણને ઓછુ કરી દે છે અને વ્યક્તિ શાંતિથી સ્થિતિને નથી જોઈ શકતું. થાકથી ગેરસમજ થાય છે. જેનાથી ઝગડો થાય છે."
શું છે 90 મિનિટનો નિયમ?
જો તમને પોતાના પાર્ટનરની સાથે સુવામાં કોઈ પ્રકારની મુશ્કેલી આવે છે તો આ 90 મિનિટ વાળો ઉપાય તમારા કામમાં આવી શકે છે. ઉપાય એ છે કે તમે પોતાના પાર્ટનરના સુવાના 90 મિનિટ પહેલા બેડ પર સુઈ જાઓ અથવા તો 90 મિનિટ બાદ સુવો. આ અંતર ખૂબ જ સારૂ છે. તેનાથી એક શખ્સને સારી ઉંઘમાં જવાની તક મળે છે. જ્યા સુધી બીજો શખ્સ બેડ પર ન આવી જાય.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારથી સુવાથી ઉંઘ સારી આવે છે. કપલ્સની વચ્ચે ઝગડો નથી થતો. સારી ઉંઘ માટે સંઘર્ષ નથી કરવો પડતો. આ સાંભળવામાં થોડુ અજીબ લાગે છે પરંતુ તેના સહારે ઉંઘના કારણે આગળ આવતી મુશ્કેલીઓથી જરૂર બચી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.