બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Couple lost crores in Jamnagar film rating fraud
Malay
Last Updated: 03:56 PM, 1 April 2023
ADVERTISEMENT
ટેક્નોલોજીનો વ્યાપ વધતા ગુનાખોરીનો વ્યાપ પણ ઝડપથી વધી રહ્યો છે. સાયબર માફિયાઓ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અવનવી તરકીબોથી લોકોને છેતરી લાખો રૂપિયા છેતરપિંડી આચરી રહ્યા હોવાના કિસ્સા અવારનવાર સામે આવે છે, ત્યારે આવો જ એક કિસ્સો જામનગરમાંથી સામે આવ્યો છે. ફિલ્મનું ઓનલાઇન રેટિંગ વધારવાના ચક્કરમાં દંપતી છેતરાયું છે. ઓનલાઈન છેતરપિંડીથી કપલને કુલ રૂ. 1.12 કરોડનો ચૂનો લાગ્યો છે. જોકે, આ ઠગને જામનગર સાયબર ક્રાઈમે સુરતી ઝડપી પાડ્યો છે.
ADVERTISEMENT
ફોન પર આવ્યો હતો મેસેજ
જામનગરના યુવકે સાયબર ક્રાઈમમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, જામનગરમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા એક શખ્સના ફોન પર થોડા દિવસ અગાઉ પાર્ટટાઈમ જોબના મેસેજ આવ્યા હતાં. જેમાં ઘરે બેઠા જોબ કરવી હોય તો ફિલ્મના રેટિંગને વધારવાનો બિઝનેસ જણાવવામાં આવ્યો હતો. મેસેજમાં જણાવવામાં આવ્યું હતું કે આ બિઝનેસમાં મુવીની ટિકિટ ખરીદી રેટિંગ આપવું પડશે જેનું કમિશન મળશે.
દરરોજના 2500થી 5000 આવકની આપી હતી લાલચ
જેથી યુવકે આ મામલે સંપર્ક કરતા યુવકને ટીકીટીંગ રેટીંગમાં પ્રતિદિવસ 2500થી 5000 જેટલી આવક મળશે તેવી લાલચ આપવામાં આવી હતી. જેથી યુવક આ ઠગની વાતમાં આવી ગયો હતો.
ટેલિગ્રામ પર લિંક મોકલીને દંપતી પાસે રજિસ્ટ્રેશન કરાવ્યું
ઠગે આ જોબ માટે યુવકને ટેલિગ્રામના એક ગ્રુપમાં એડ કરીને નકલી વેબસાઇટમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તગડા રૂપિયા કમાવવાની લાલચમાં યુવકે અને તેની પત્નીએ મૂવી ટિકિટ ખરીદવાનું શરૂ કર્યું હતું અને રેટિંગ પણ આપ્યા હતા. તેણે આપેલા રેટિંગ મુજબ તેના રોકાણના બમણા વળતરની ઠગે ચૂકવણી કરી હતી. જેથી યુવકને ઠગ ઉપર વિશ્વાસ આવી ગયો હતો. જે બાદ તેણે ઘણી ટિકિટો ખરીદી હતી અને ફિલ્મને રેટિંગ આપ્યું હતું.
કરોડોનું કમિશન ઠગબાજ સેરવી ગયો
જોકે, તેણે વળતરની માંગ કરતા ઠગે તમારું રોકાણ વધું છે તમારે 50 ટકા સરચાર્જ ચૂકવો પડશે તેવું કહ્યું હતું. જેથી યુવકે આ ચાર્જ પણ ચૂકવી દીધો હતો. તેમ છતાં ઠગે કરોડોનું કમિશન ન આપતા યુવકે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા. યુવકની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમના PI પી.પી ઝાની ટીમે આ અંગે તપાસ કરતા આરોપી સુરત રહેતો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસની ટીમે સ્મીત ઝવેર પટોળીયા નામના શખ્સને સુરતથી ઝડપી લીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.