બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:50 PM, 5 December 2024
પ્રેમી યુગલે ઝાંસીની હોટલમાં આપઘાત કરતાં ચકચાર મચી હતી. કપલ ફક્ત એક કલાક માટે હોટલ બુક કરાવ્યો હતો પરંતુ ચાર કલાક બાદ બહાર ન આવતાં પોલીસ બોલાવવી પડી હતી. પોલીસ આવે તે પહેલા હોટલના સ્ટાફે પણ અંદર શું ચાલી રહ્યું છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. દરવાજો પણ ખખડાવ્યો. આ પછી પણ જ્યારે કોઈ પ્રતિસાદ ન મળ્યો ત્યારે જ્યારે કિહોલમાં અંદર જોતાં બધાને આંચકો લાગ્યો હતો.
ADVERTISEMENT
ધાબળાના છેડાથી લગાવી ફાંસી
કપલ અંદર ફાંસીએ લટકતું હતું. જ્યારે પોલીસ દરવાજો તોડીને અંદર પહોંચી તો તેણે જોયું કે બંનેએ ધાબળાની ધાર ફાડીને દોરડું બાંધ્યું હતું અને તેની સાથે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
ADVERTISEMENT
પરિવાર લગ્નની વિરૃદ્ધમાં હોવાથી મોત વ્હાલું કર્યું
બંને મધ્યપ્રદેશના ટીકમગઢના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. બંને લગ્ન કરવા માંગતા હતા પરંતુ તેમના પરિવારજનો તૈયાર ન હતા. એવું માનવામાં આવે છે કે બંનેએ આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો કારણ કે તેમના પરિવારના સભ્યો લગ્ન માટે તૈયાર ન હતા. હાલ પોલીસે ફોરેન્સિક ટીમને પણ બોલાવી તપાસ હાથ ધરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પરિવારજનોની ફરિયાદ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. બુધવારે સાંજે બંને પ્રેમીપંખીડા મૌરાનીપુરના મોહલ્લા ગાંધીમાં ટીકમગઢ બાયપાસ પર સ્થિત એક હોટલમાં પહોંચ્યા હતા. અહીં તેણે બે કલાક માટે રૂમ લીધો. જ્યારે ચાર-પાંચ કલાક બાદ પણ બંને રૂમમાંથી બહાર ન આવ્યા ત્યારે હોટલના સ્ટાફે દરવાજો ખખડાવ્યો હતો. આ પછી પણ અંદરથી કોઈ હિલચાલ સંભળાતી ન હતી, તેથી જ્યારે સ્ટાફે અંદર જોયું ત્યારે બન્ને લટકતાં હતા. આ માહિતી પોલીસને આપવામાં આવી હતી. માહિતી મળતાં જ એસપી રૂરલ ગોપીનાથ સોની, કાર્યકારી સીઓ ગરૌથા રાજેશ રાય, કોતવાલી પ્રભારી શિવશંકર સિંહ પોલીસ ફોર્સ સાથે પહોંચ્યા. દરવાજો તૂટ્યો હતો. ફોરેન્સિક ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી.
યુવતીના લગ્ન બીજે થવાના હતા
તેમની પાસેથી મળેલા ઓળખ પત્રના આધારે પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. આ પછી તેના વિશે માહિતી મળી હતી. છોકરો ટીકમગઢ (MP)નો રાહુલ અહિરવાર હતો. બંને એકબીજાને ઘણા સમયથી ઓળખતા હતા. બંને એકબીજાને પસંદ કરતા હતા અને લગ્ન કરવા માંગતા હતા. પરંતુ પરિવારના સભ્યો તેમની મિત્રતા અને લગ્નની વિરુદ્ધ હતા. યુવતીના લગ્નની તૈયારીઓ પણ ક્યાંક ચાલી રહી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.