Couple from Zambia in Vadodara 'Omicron' positive now 7 cases in Gujarat
BIG NEWS /
સંસ્કારીનગરી વડોદરામાં ઝામ્બિયાથી આવેલા દંપત્તિ 'ઓમિક્રોન' પોઝિટિવ, ગુજરાતમાં 7 કેસ
Team VTV09:24 PM, 17 Dec 21
| Updated: 09:29 PM, 17 Dec 21
વડોદરાના ફતેપુરા વિસ્તારમાં દંપત્તિનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ, 7 ડિસેમ્બરે ઝામ્બિયાથી આવ્યા હતા
વડોદરામાં કોરોનાના ઓમિક્રોન વેરીએન્ટની એન્ટ્રી
ઇસ્ટ આફ્રિકાના ઝામ્બિયાથી આવેલ દંપતી થયા સંક્રમિત
દંપત્તિનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ
ગુજરાતમાં જામનગર, સુરત બાદ હવે વડોદરામાં કોરોનાના ઓમીક્રોન વેરીએન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે. ઇસ્ટ આફ્રિકાના ઝામ્બિયાથી આવેલ દંપત્તિનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતા હાહાકાર મચ્યો છે. વડોદરા તંત્ર પણ એકદમ સજ્જ થઇ ગયું છે.નોન હાઈરિસ્ક દેશોમાંથી ઓમિક્રોન પોઝિટિવનો પ્રથમ કેસ બહાર આવ્યું હોવાનું સામે આવ્યું છે. 7 ડિસેમ્બરે દંપતી ઇસ્ટ આફ્રિકાના ઝામ્બિયા વડોદરાના ફતેહપુરા વિસ્તારમાં આવ્યું હતું. 12 ડિસેમ્બરે બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે બાદ ઓમીક્રોન વેરીએન્ટની ઓળખ માટે પરિવારના RTPCR રિપોર્ટના સેમ્પલ લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. આજે દંપત્તિનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતા ગુજરાતમાં કુલ 7 જેટલા કેસ આ વેરિયન્ટના નોંધાઈ ચૂક્યા છે.
ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલા ઓમીક્રોન કેસ નોંધાયા?
જામનગર 3
સુરત 1
મહેસાણા 1
વડોદરા 2
દેશમાં કુલ પોઝિટિવની સંખ્યા 113 થઇ
ગુજરાતમાં 2, મહારાષ્ટ્રમાં 8 કેરળમાં 2 નવા કેસ સામે આવતા દેશમાં ઓમિક્રોન સંક્રમિતોનો આંકડો વધીને 113 પર પહોંચ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં 11 રાજ્યોમાં આ સંક્રમણ ફેલાઇ ચૂક્યું છે.
ઑમિક્રોન કેસ દેશમાં 113 કેસ
મહારાષ્ટ્ર 32+8
દિલ્હી 22
રાજસ્થાન 17
કર્ણાટક 8
તેલંગાણા 8
ગુજરાત 5+2
કેરળ 5+2
આંધ્રપ્રદેશ 1
ચંદીગઢ 1
તામિલનાડુ 1
પશ્ચિમ બંગાળ 1
ગંભીર સ્થિતિથી પસાર થઇ રહ્યું છે યૂરોપઃ વીકે પૉલ
નીતિ આયોગના સભ્ય વીકે પૉલે કહ્યું કે, યૂરોપ ખુબ જ સીરિયસ પરિસ્થિતિથી પસાર થઇ રહ્યું છે. તેઓ ડેલ્ટા હોય કે ઓમિક્રોન, કેસની સંખ્યા વધી છે. આપણે સ્થિતિથી લડવાને લઇને તૈયાર રહેવું પડશે. સરકાર આ દિશામાં સમગ્ર પ્રયાસ કરી રહી છે.