બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચીચીયારીઓથી ગૂંજી ઉઠ્યો હાલોલ-વડોદરા રોડ, એકસાથે 5 વાહનો ટકરાતા ઘટનાસ્થળે જ દંપતીનું મોત, 4 ઘાયલ
Last Updated: 12:03 PM, 3 August 2024
Halol Vadodara Road Accident : રાજ્યમાં દિવસેને દિવસે વધતાં જતાં અકસ્માતોના બનાવોમાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. હાલોલ વડોદરા રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 2 વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ અહીં એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો કારમાં સવાર દંપતીનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું છે. આ ઘટનામાં હજી પણ કેટલાક લોકો વાહનો વચ્ચે ફસાયા હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાને લઈ હાલ હાલોલ ફાયર ફાઈટર સહિતની ઈમરજન્સી ટિમો ઘટના સ્થળે પહોંચી છે.
ADVERTISEMENT
હાલોલ વડોદરા રોડ પર દર્દનાક અકસ્માતની ઘટનામાં 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે. વિગતો મુજબ આજે સવારના સમયે હાઇવે પરથી પસાર થતાં પાંચ વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દર્દનાક અકસ્માતમાં ઇકો કાર અને રીક્ષાનો કચ્ચરઘાણ થઈ ગયો છે. દુ:ખદ સમાચાર એ છે કે, આ ગમખ્વાર અકસ્માતમાં ઇકો કારમાં સવાર દંપત નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે. આ સાથે અકસ્માતમાંઅન્ય વાહનોમાં સવાર 4 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પણ પહોંચી હોઇ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
અકસ્માતને પગલે ટ્રાફિક જામ
હાલોલ વડોદરા રોડ સવારના સમયે સર્જાયેલ અકસ્માતમાં 2 લોકોના મોત બાદ મૃતકોના પરિવારજનોના ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ તરફ દર્દનાક અકસ્માતમાં કેટલાક લોકો વાહનો વચ્ચે ફસાયા હોવાની પણ પ્રાથમિક વિગતો હોઇ હાલ તેમણે બહાર કાઢવાની પણ કવાયત શરૂ કરાઇ છે. પાંચ વાહનો વચ્ચે સર્જાયેલ અકસ્માતને કારણે 2 થી 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. જેણે લઈ હવે હાલોલ ફાયર ફાઈટર સહિત ની ઈમરજન્સી ટિમો ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવની કાર્યવાહી શરૂ કરી છે.
વધુ વાંચો : હવેથી ગુજરાતના તમામ ફાયર વાહનમાં લાગશે GPS ટ્રેકર, આ સાથે રૂ. 63 કરોડ પણ મંજૂર કર્યા
ગઇકાલે બનાસકાંઠામાં પણ થયો હતો અકસ્માત
બનાસકાંઠાનાં પાલનપુર-અમદાવાદ હાઈવે પર ભરકાવાડા પાટીયા પાસે હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં માર્ગ પરથી પસાર થઈ રહેલ વાહન ચાલકને અજાણ્યા વાહન ચાલક દ્વારા ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ તરફ વાહનની ટક્કર વાગતા બે લોકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. આ સમગ્ર મામલે છાપી પોલીસે ઘટનાં સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.