કાઉંટી ચેમ્પિયનશિપમાં સરે અને નોર્થમ્પ્ટનશાયરની વચ્ચે થઈ રહેલ મેચમાં એક શાનદાર કેચ જોવા મળ્યો. એક નહીં 2 ફીલ્ડર્સે મળીને આ ઐતિહાસિક કેચ પકડ્યો.
કાઉંટી ચેમ્પિયનશિપમાં ફીલ્ડર્સે પકડ્યો શાનદાર કેચ
2 ફીલ્ડરે મળીને લપકી લીધો કેચ
સરે અને નોર્થમ્પ્ટનશાયરની વચ્ચે ચાલી રહેલ મેચનો આ વીડિયો વાયરલ
ક્રિકેટનાં મેદાન પર તમે અજબ-ગજબ કેચ જોયા હશે. છેલ્લાં થોડા સમયમાં ક્રિકેટ જગતમાં ફીલ્ડિંગનું સ્તર ઘણું સારું થયું છે. ખેલાડીઓ પ્રશંસનીય ફીલ્ડિંગ કરવા માટે ફીટનેસ પર પણ ધ્યાન આપતાં થયાં છે. હવે એક શાનદાર કેચ કાઉંટી ચેમ્પિયનશિપમાં જોવા મળ્યો જેમાં એક નહીં પણ 2 ફીલ્ડર્સ શામેલ હતાં. બંને ફીલ્ડર્સે એક અદ્ભુત કેચ પકડ્યો હતો.
કેચનો વીડિયો શેર કરવામાં આવ્યો
કાઉંટી ચેંપિયનશિપનાં સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર આ કેચનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ કેચ સરે અને નૉર્થમ્પ્ટનશાયરની વચ્ચે ચાલી રહેલ મેચમાં પકડાયો હતો. વીડિયોમાં તમે જોયું હશે કે બોલર બોલ ફેંકે છે, બેટ્સમેન ડિફેંસ કરવા માટે જાય છે પણ બોલ બેટનાં બહારનાં કિનારા પર અડકીને ફર્સ્ટ સ્લિપનાં ફીલ્ડરની તરફ આવે છે અને બીજી સ્લિપનો ફીલ્ડર ડાઈવ લગાડીને કેચ પકડવાનો પ્રયાસ કરે છે.
વિકેટકીપરે લપકી બોલ
પણ ડાઈવનાં લીધે બોલ ફીલ્ડરનાં હાથમાંથી સરકી જાય છે અને જમીન તરફ જઈ રહેલી બોલને વિકેટકીપર લપકી લે છે. આ રીતે આ શાનદાર કેચ પકડવામાં આવે છે. બેટ્સમેન પણ આ કેચને જોઈને ચોંકી જાય છે. આ રીતે 2 ફીલ્ડર્સ મળીને કેચ પકડે છે.
ભારતીય ખેલાડી પણ ટીમમાં શામેલ
સરે અને નૉર્થમ્પ્ટનશાયરની વચ્ચે ચાલી રહેલી મેચનો આજે બીજો દિવસ ચાલુ છે. સરેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું નક્કી કર્યું હતું. મેચમાં ભારતીય મૂળનાં સાઈ સુદર્શન સરે માટે રમી રહ્યાં છે. આ સુદર્શનની ડેબ્યૂ કાઉંટી મેચ છે. આ સિવાય ભારતનાં બોલર કરુણ નાયર નૉર્થમ્પ્ટનશાયરની તરફથી રમી રહ્યાં છે.