Countrywide alert sounded after group of four along with ISI agent enter India
એલર્ટ /
ભારતમાં ISI એજન્ટની સાથે દાખલ થયા 4 આતંકી, દેશભરમાં હાઈ એલર્ટ થયું જાહેર
Team VTV08:19 AM, 20 Aug 19
| Updated: 08:47 AM, 20 Aug 19
હિંદુસ્તાનમાં આઈએસઆઈ એજન્ટની સાથે દાખલ થયા 4 આતંકી, દેશભરમાં હાઈ એલર્ટ થયું જાહેર
ભારતમાં પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ઈંટર સર્વિસિઝ ઈંટેલિજંસના એજન્ટની સાથે ચાર આતંકીઓ પણ ભારતમાં ધૂસી ગયા છે. આ ઘટનાને પગલે રાજસ્થાન અને ગુજરાત બોર્ડર સહિત દેશભરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, આ આતંકવાદી પાકિસ્તાની ગુપ્ત એજન્સીની સાથે અફઘાનિસ્તાની પાસપોર્ટની મદદથી ભારતમાં દાખલ થયા છે.
ભારતમાં પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ઈંટર સર્વિસિઝ ઈંટેલિજંસના એજન્ટની સાથે ચાર આતંકી ભારતમાં દાખલ થયા હતા. તેને કારણે રાજસ્થાન અને ગુજરાત બોર્ડર સહિત પૂરા દેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. રાજસ્થાનના સિરોહીના પોલિસ અધિક્ષક કલ્યાણમલ મીણાએ કહ્યું કે આતંકવાદી પાકિસ્તાની ગુપ્ત એજન્સી ઈંટર સર્વિસિઝ ઈંટેલિજંસના એજન્ટ સાથે અફઘાની પાસપોર્ટના આધારે ઘૂસ્યા છે.
તેનો ગુપ્ત રિપોર્ટ સામે આવ્યા બાદ રાજસ્થાન અને ગુજરાત બોર્ડર સહિત દેશભરમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. તેની જાણ સિરોહી પોલિસ મથકમાં પણ કરવામાં આવી છે. પોલિસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. ભીડવાળા વિસ્તારો, હોટલો, ઢાબા, રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનોમાં ચેકિંગ શરૂ કરાયું છે. આ સિવાય સંદિગ્ઘ વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સી સંદિગ્ધ વ્યક્તિઓની પૂછપરછ પણ કરી રહ્યા છે.
જમ્મૂ-કાશ્મીરથી કમલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ઉશ્કેરાયું છે. તે સીમા પર પણ સતત ગોળીઓ ચલાવી રહ્યું છે. અને આતંકીઓની ઘૂસપેઠ કરવામાં જોતરાયું છે. પાકિસ્તાની આતંકી ભારતમાં મોટા પ્રમાણમાં કોઈ ઘટના કરવાની ફિરાકમાં છે. પહેલાં 9 ઓગસ્ટે પણ ઈંટર સર્વિસિઝ ઈંટેલિજંસના રિપોર્ટમાં આતંકી હુમલાને લઈને જાણ થતાં એલર્ટ આપવામાં આવ્યું હતું. પાકિસ્તાની ગુપ્ત એજન્સીઓનું આતંકી જૂથ જમ્મુ કાશ્મીર અને તેની આસપાસ મોટો બ્લાસ્ટ કરવાના હતા.
આ ઘટનાને લઈને ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સીમાને એલર્ટ પર રાખવાનો આદેશ આપ્યો હતો. સાથે દરેક સીમાઓ પર સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી અને કડક નજર રાખવા જણાવ્યું. શક્ય છે કે જન્માષ્ટમીના દિવસે કોઈ મોટી ઘટના શામળાજી, દ્વારિકા કે સૌરાષ્ટ્રમાં બને.કારણકે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.