country largest dinosaur park, CM Rupani will open
પર્યટક સ્થળ /
દેશનો સૌથી મોટો અને વિશ્વનો ત્રીજા નંબરનો ડાયનાસોર પાર્ક CM રૂપાણી મુકશે ખુલ્લો
Team VTV08:02 AM, 08 Jun 19
| Updated: 11:35 AM, 08 Jun 19
સીએમ રૂપાણી આજે મહિસાગરના પ્રવાસે છે. જ્યાં બાલાસિનોરના રૈયોલી ગામે ડાયનાસોર પાર્કને ખુલ્લો મુકશે. રૈયોલી ગામનો ડાયનાસોર પાર્ક દેશનો સૌથી મોટો અને વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી મોટો ડાયનાસોર પાર્ક છે.
72 હેક્ટરમાં બનેલા અત્યાધાનક મ્યુઝિયમ એટલે કે ડાયનાસોર પાર્કને સીએમ રૂપાણી ખુલ્લો મૂકશે. સીએમ રૂપાણી સાથે ગણપત વસાવા, જવાહર ચાવડા સહિતના મંત્રીઓ પણ હાજર રહેશે. તમને જણાવીએ કે, બાલાસિનોરથી 11 કીલોમીટરના અંતરે આવેલ રૈયોલી ગામ પેલિયોન્ટોલોજિસ્ટનું વર્ષોથી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
રૈયોલી ગામમાંથી મોટી માત્રામાં ડાયનાસોરના અવશેષો મળ્યા હતા. ડાયનાસોરના અવશેષો મળ્યા બાદ આ સ્થળને પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. તો આ ડાયનાસોર ફોસિયલ પાર્કનો અંદાજિત વાર્ષિક ખર્ચ 6.5 કરોડ માનવમાં આવી રહ્યો છે.
અગાઉ 2003માં અહીંથી નવી પ્રજાતિઓ પણ શોધી કાઢવામાં આવી હતી. આ પ્રજાતિઓ ટાયરેનોસૌરસ રેક્સ કુળની હતી. એના ઈંડા એટલા વિશાળ કડાણા હતા કે તેનું રાજાસૌરસ નર્માન્ડેન્સિસ-નર્મદાના રાજા' એવું નામ રાખવામાં આવ્યું હતું, એના હાડકાં નર્મદાના કિનારાના સ્થળો પરથી પાપ્ત થયા હતા. 2003માં જે હાડકાં મળ્યાં હતાં એમાં, મગજના હાડકાં, કરોડરજ્જૂ, થાપાનાં હાડકાં, પગ અને પૂછડીના હાડકાનો સમાવેશ થાય છે.