બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હવે ખેડૂતોને મળશે આ સરકારી સેવાનો લાભ, ખેડૂત સંગઠનોમાં થઈ રહ્યો છે ફેરફાર

ફેરફાર / હવે ખેડૂતોને મળશે આ સરકારી સેવાનો લાભ, ખેડૂત સંગઠનોમાં થઈ રહ્યો છે ફેરફાર

Last Updated: 04:29 PM, 10 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશનાં 10 હજાર ખેડૂત ઉત્પાદકો સંગઠનો (FPO) ને કોમન સર્વિસ સેન્ટર (CSC) નાં રૂપમાં વિકસિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. FPO નાં માધ્યમથી દેશભરનાં કિસાનોને જોડવામાં આવી રહ્યા છે. આ ખેડૂતોને ખાતર, બિયારણ, કૃષિ સાધનો અને સરકારી યોજનાઓનો લાભ ડિજિટલ રીતે આપવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે.

ખેડૂતોને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ આપવા માટે દેશનાં 10 હજાર ખેડૂત ઉત્પાદક સંગઠનને કોમન સર્વિસ સેન્ટરનાં રૂપમાં વિકસિત કરવાનો નિર્ણય કરવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. એફપીઓ દેશભરનાં ખેડૂતોને જોડવામાં આવી રહ્યા છે. આ ખેડૂતો ખાતર, બિયારણ, કૃષિ સાધનો સિવાય સરકારી યોજનાઓનો પણ લાભ ડિઝીટલ તરીકે આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનાથી ખેડૂતોને ઓછામાં ઓછા 30 જેટલી ઓનલાઈન સેવાઓનો લાભ મળી શકશે. CSC પહેલાથી જ ખેડૂતોને ટેલી-કન્સલ્ટેશન, પાક વીમો, ઈ-વેટરનરી, કિસાન ક્રેડિટ કાર્ડ અને PM કિસાન યોજનાઓ સહિત અન્ય સેવાઓ પૂરી પાડી રહી છે.

03

રજીસ્ટર્ડ એફપીઓને સીએસસીમાં બદલવામાં આવશે

કૃષિ તેમજ ખેડૂત કિસાન મંત્રાયલ અને સીએસસી એસપીવીની વચ્ચે સમજૂતી કરવામાં આવી છે. જે માટે રજીસ્ટર્ડ 10,000 એફપીઓને સીએસસીમાં બદલવામાં આવશે. જેથી ખેડૂતોનો નાગરિકતા કેન્દ્ર સેવાઓ મળવામાં સહાયતા મળી શકે. સીએસસી એસપીવી તેમને ડીઝીટલ સેવા પોર્ટલ પર ઉપલબ્ધ સેવાઓનો લાભ લઈ શકે તે માટે સક્ષમ બનાવશે અને એફપીઓની જરૂરી ટ્રેનિંગ પણ આપવામાં આવશે.

02

ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનો તકો વધશે

કેન્દ્ર સરકારે વર્ષ 2020 માં 10,000 ખેડૂત ઉત્પાદક સંગઠનો એફપીઓની રચના માટે એક યોજના શરૂ કરી હતી. જેનો ઉદ્દેશ્ય ખેડૂતો દ્વારા કરવામાં આવતા સોદાઓમાં તેઓની શક્તિ વધે તેમજ ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને તેમના કૃષિ ઉત્પાદનોને યોગ્ય કિંમતે વેચીને આવક વધારવામાં મદદ કરવાનો છે. હવે એફપીઓ દ્વારા સીએસસી સેવાઓનો લાભ આપવા સાથે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો પણ વધશે.

વધુ વાંચોઃ BIG NEWS : મણિપુરના મુખ્યમંત્રીના કાફલા પર આતંકી હુમલો, હાઈવે પર મચી અફરાતફરી

સીએસસી બનવાથી ખેડૂતોને આ ફાયદાઓ થશે

  • CSC SPV પહેલેથી જ ખેડૂતોને ટેલી-કન્સલ્ટેશન, પાક વીમો, ઈ-વેટરનરી, કિસાન ક્રેડિટ કાર્ડ અને PM કિસાન અને અન્ય યોજનાઓ સંબંધિત સેવાઓ પૂરી પાડી રહી છે.
  • જો 10,000 FPO સામાન્ય સેવા કેન્દ્રો તરીકે કામ કરશે, તો તેમની સાથે સંકળાયેલા ખેડૂતો CSC સેવાઓનો લાભ લઈ શકશે.
  • એફપીઓ નાગરિકોને તે બધી સેવાઓ પૂરી પાડવા સક્ષમ હશે, જે CSC યોજનાના ડિજિટલ સેવા પોર્ટલ પર ઉપલબ્ધ છે.
  • આનાથી CSCની કૃષિ સંબંધિત સેવાઓમાં મોટો વધારો થશે.
  • FPO ને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT), વ્યાજ સબસિડી સ્કીમ, ક્રોપ ઇન્સ્યોરન્સ સ્કીમ (PMFBY), ખાતર અને બીજ ઇનપુટ્સ જેવી સેવાઓ પૂરી પાડવા માટે નોડલ સેન્ટર બનવામાં પણ મદદ કરવામાં આવશે.
  • આ પહેલ દેશના ગ્રામીણ વિકાસ અને ડિજિટલ સશક્તિકરણ ચળવળને એક નવો આયામ આપશે.

સંકળાયેલા મુદ્દાઓ

Common Service Center FPO Farmers
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ