સરકારે એક દેશ એક ટેક્સને ફાયદારૂપ ગણાવ્યો છે. આ સિસ્ટમને 1 જુલાઈ 2017થી લાગૂ કરાઈ છે. તેના આધારે ટેક્સની વસૂલાત સરળ બની છે. તેને લાગૂ કરતી સમયે કેન્દ્ર સરકારે કહ્યું કે રાજ્યોને નુકસાનની ભરપાઈ કરાશે. જીએસટીની આવકના નુકસાનની ભરપાઈ માટે એક ફોર્મ્યૂલા નક્કી કરાઈ છે.
GSTમાં કરદાતાઓને રાહત
ચોખ્ખા બાકી ટેક્સ પર જ વ્યાજ લાગશે
જમા ITC પર વ્યાજ નહીં ભરવું પડે
કરદાતાઓની લાંબા સમયની માંગ GST કાઉન્સિલે સ્વીકારી
શું છે કેન્દ્ર અને રાજ્યોમાં જીએસટી શેર કરવાની ફોર્મ્યૂલા
જીએસટીને 1 જુલાઈ 2017થી લાગૂ કરાયો છે. તેમાં કહેવાયું છે કે તેને લાગૂ કર્યા બાદ 5 વર્ષમાં રાજ્યમાં આવકને જે પણ નુકસાન થયું છે તેની ભરપાઈ કેન્દ્ર સરકાર કરશે. 2015-16માં રાજ્યોના પ્રોડક્ટેડ રેવન્યૂમાં દર વર્ષે 14 ટકાનો વધારો કરાયો છે. પાંચ વર્ષના ટ્રાન્ઝેશન પીરિયડ સુધી કેન્દ્ર સરકાર મહિનામાં 2 વાર રાજ્યોને વળતરની રકમ મળશે. કહેવાયું છે કે રાજ્યોને મળનારા દરેક વળતર જીએસટીના કમ્પેનસેશન ફંડથી અપાશે.
वित्त मंत्री निर्मला सीतारमण आज दिल्ली में वीडियो कॉन्फ्रेंसिंग के जरिए 41वीं GST काउंसिल की बैठक की अध्यक्षता कर रही हैं। MoS वित्त अनुराग ठाकुर, राज्यों और केंद्र शासित प्रदेशों के वित्त मंत्री और वरिष्ठ अधिकारी भी बैठक में मौजूद हैं: वित्त मंत्रालय pic.twitter.com/ipTpGVK4Rc
રાજ્યોના આવકને ભરપાઈ કરવા માટે જીએસટીના આધારે એક કમ્પન્શેસન સેસ એટલે કે આવક પર લગાવાશે. તમાકુ, ઓટોમોબાઈલ જેવા બિન જરૂરી લગ્ઝરી આઈટમ પર લગાવાશે. કલેક્શનછી જે ફંડ બને છે તેનાથી રાજ્યોના આવકની ભરપાઈ સરકાર કરે છે. લોકડાઉનમાં આ ફંડમાં પણ કેટલીક ખાસ રકમ મળી નથી. ત્યારબાદ કેન્દ્ર સરકારે રાજ્યોની આવક માટે મુશ્કેલી આવવા લાગી છે.
3 વર્ષમાં આવ્યું સંકટ
સમસ્યા છેલ્લા 2 વર્ષથી શરૂ થઈ છે અને જીએસટી વળતરના સંગ્રહમાં વૃદ્ધિ થઈ નથી. 14 ટકા ચક્રવૃદ્ધિ દરથી વધારે રહેશે. કોરોના સંકટ કે લોકડાઉન પહેલા ઓગસ્ટ 2019માં દેશની આર્થિક સ્થિતિ એટલી નબળી હતી કે જીએસટી કલેક્શન રાજ્યોને આપવા માટેનો ભાગ અડધો પણ થયો નથી.
કમ્પનસેશન સેસ પૂરતો નથી
કેન્દ્ર સરકારે પહેલી વાર સ્વીકાર્યું છે કે, જીએસટી હેઠળ નિર્ધારિત કાયદા હેઠળ રાજ્યોને વહેંચવા માટે તેની પાસે પૈસા નથી. વળતર સેસ વસૂલાત રાજ્યોને વળતર આપવા માટે પૂરતું નથી. વળતર સેસ કલેક્શન દર મહિને રૂ. 7000થી 8000 કરોડ થઈ રહ્યું હતું. જ્યારે રાજ્યોએ દર મહિને 14000 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે જીએસટી બેઠક પહેલાં ફેબ્રુઆરી મહિના બાદ સેન્સેક્સમાં રોનક જોવા મળી હતી. આ સમયે સેન્સેક્સ 200 અંકના વધારાની સાથે 39300 અંકને પાર પહોંચ્યો હતો. નિફ્ટીની વાત કરીએ તો તે પણ 50 પોઈન્ટના વધારા સાથે 11600ને પાર થયો હતો.
બેઠકમાં ટુવ્હીલરને લઈને આવી છે આશા
બાઈક અને સ્કૂટર 10 હજાર રુપિયા સુધી સસ્તા થઈ શકે છે. મંગળવારે નાણામંત્રી નિર્મલા સીતારણે 2 વ્હીકલ બનાવનારીઓને રાહત આપવાના સંકેત આપ્યા છે. 27 ઓગસ્ટના રોજ થનારી જીએસટી કાઉન્સિલની 41મી બેઠક માં ઓટો ઈન્ડસ્ટ્રીની એક ડિમાન્ડ પર નાણામંત્રી ધ્યાન આપી શકે છે. આ સમાચાર બાદ બજાજ ઓટો મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે એક મીડિયા ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું કે જો સરકાર ટુ વ્હીકલ પર જીએસટી ઘટાડે છે તો આનાથી ઈન્ડસ્ટ્રીને મોટો ફાયદો થાય છે. તેમણે કહ્યું કે આ સંકટ દરમિયાન સરકારે ઈન્સેન્ટિવ આપવું જોઈએ. જેથી કંપનીઓની સ્થિતિ સુધરી શકે. હાલની સ્થિતિમાં ઓટો સેક્ટરમાં 28 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. રાજીવ બજાજે જણાવ્યું કે જો જીએસટી 28 ટકાથી ઘટાડી 18 ટકા કરી દેવામાં આવે તો બાઈકની કિંમત 8000થી 10 હજાર સુધી ઓછી થશે.
મોંઘી થઈ શકે છે આ વસ્તુઓ
મળતી માહિતી મુજબ બેઠકમાં કેટલાક રાજ્યો દ્વારા અહિતકર સામાન એટલે કે સિન ગુડ્સ પર સેસ વધારવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવાની સંભાવના છે. સિન ગુડ્સ પર સેસ વધારવાનો પ્રસ્તાવ આપનાપા પંજાબ, છત્તીસગઢ, બિહાર, ગોવા , દિલ્હી જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. જો એવું થાય છે તો સિગરેટ, પાન મસાલા મોંઘા થઈ જશે.
ગોલ્ડ જ્વેલરીને વેચવા પર આપવો પડશે ટેક્સ
જૂના સોનાના આભૂષણો કે સોનાને વેચવા પર 3 ટકા જીએસટી ચૂકવવી પડશે. બેઠકમાં આ અંગે નિર્ણય થઈ શકે છે. બેઠકમાં એ પણ નિર્ણય લેવાઈ શકે છે કે સોના અને આભૂષણોની દુકાનોએ પ્રત્યેક ખરીદી વેચાણ પર ઈ ઈનવોયસ કાઢવું પડશે. આ પગલુ ટેક્સ ચોરી રોકવા માટે ભરવામાં આવ્યું છે. અનેક નાના મોટા શહેરોમાં સોનાની ખરીદી વેચાર પર કાચા બિલ બનાવી ટેક્સ ચોરી થાય છે. જેથી આ નિર્ણય લેવાશે.