બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'Corruption of 12 lakh crores occurred in 10 years of UPA', Amit Shah took 'hands' to Congress in Siddpur, gave a sharp attack

2024 ની તૈયારીઓ / 'UPAના 10 વર્ષમાં 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર થયો', સિદ્ધપુરમાં અમિત શાહે કોંગ્રેસને લીધી આડે 'હાથ', કર્યા તીખા પ્રહાર

Vishal Khamar

Last Updated: 05:42 PM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 9 વર્ષનાં સેવા, સુશાસન તેમજ ગરીબ કલ્યાણ અંતર્ગત ગુજરાત રાજ્યમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને સિદ્ધપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં તેઓએ કોંગ્રેસ પર તેમજ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા.

  • સિદ્ધપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જનસભાને સંબોધી
  • ચાર આના આપ્યા વગર પણ કોરોનાની રસીનાં બે ડોઝ મળ્યાઃ અમિત શાહ
  • UPAના 10 વર્ષમાં 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર થયોઃ અમિત શાહ

 અમિત શાહે 370 મુદ્દે કહ્યું હતું કે,  નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન બનતાની સાથે જ તેઓએ 370 હટાવી દીધી છે. તે સમયે રાહુલ બાબાએ કહેતા હતા કે 370 હટશે તે લોહીની નદીઓ વહેશે. અરે લોહીની નદીઓ તો દૂર કોઈએ કાંકરીચાળો પણ કર્યો નથી. 

 અમિત શાહે રામ મંદિર મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, હું વર્ષ 2014 થીં 2019 સુધી ભાજપનો અધ્યક્ષ હતો. ત્યારે કોંગ્રેસ તેમજ રાહુલ બાબા કાયમ પૂછતા હતા કે  મંદિર વહી બનાએગે, તિથિ નહી બતાએગે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યું હતું કે કે જો રાહુલ બાબા શ્રદ્ધા હોય તો ટિકીટ તૈયાર રાખજો. 2024 માં ભવ્ય રામમંદિર બનીને તૈયાર થઈ જશે. આપણા જીવનની અંદર બાબરનાં સમયથી અત્યાર સુધી જે રામ મંદિર અપમાનીત અવસ્થામાં હતું. રામલલ્લાને કોંગ્રેસે 60 વર્ષ સુધી તાળામાં પુરી રાખેલ. ત્યારે આજે ત્યાં ભવ્ય મંદિરનું નિર્માણ ચાલુ છે.  અને થોડાક જ સમયમાં ત્યાં ભવ્ય મંદિર બાંધવાનું કામ પૂર્ણ થઈ જશે. 

UPAના 10 વર્ષમાં 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર થયો
 UPA નાં 10 વર્ષ હતા.  ત્યારે મોદીજીનાં 10 વર્ષ થશે. UPA નાં 10 વર્ષમાં શું થયું. 12 લાખ કરોડનાં ગફલા, ગોટાળા, ભ્રષ્ટ્રાચાર, કૌભાંડો. રાહુલ બાબા દુનિયાભરમાં ફરી ફરી બધુ બોલો છે.  તમારા 10 વર્ષનો હિસાબ આજે પણ દેશની જનતાને યાદ છે.  12 લાખ કરોડ રૂપિયાનાં ગોટાળા કર્યા.  2જીનો ગોટાળો કર્યો, કોમનવેલ્થનો ગોટાળો કર્યો કોઈ ક્ષેત્ર એવું ન હતું. જ્યાં ભ્રષ્ટ્રાચાર ન કર્યો હોય. અને UPA ની જગ્યાએ હવે NDA આવ્યું.  ભાજપા આવી 9 વર્ષની અંદર અમારા વિરોધીઓ પણ અમારી સામે એક પણ ભ્રષ્ટ્રાચારનો આરોપ નથી કરી શક્યા. નવ વર્ષ દેશનાં આઝાદીનાં 75 વર્ષનાં ઈતિહાસમાં સ્વર્ણિમ અક્ષરે લખાશે.  આ 9 વર્ષની અંદર આર્થિક મંદી મોદીજીએ સમાપ્ત કરી દીધી. આર્થિક અવ્યવસ્થા સમાપ્ત કરી દીધી.  

ચાર આના પણ ખર્ચ્યા વગર બધાને કોરોનાની રસીનાં બે-બે ડોઝ મળ્યાઃ અમિત શાહ
કોવિડ જેવી મહામારી આવી. અહીંયા ગ્રામીણ ક્ષેત્રનાં લોકો છે.  બધાને બે-બે રસીનાં ડોઝ મળ્યા છે કે નહી તે હાથ ઉપર કરી જણાવો. કોઈએ ચાર આના પણ આપવા પડ્યા છે.  ઉલટુ મોદીજીએ ચા પીવડાવી, કોફી પીવડાવીને રસી આપી અને આખા ભારતને કોરોનાથી સુરક્ષીત કરવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું.  

રાતે 3 વાગ્યા સુધી વાતચીત કરી ભારતીયોને સુરક્ષિત પરત લાવ્યાઃ અમિત શાહ
યુક્રેનનું યુદ્ધ હોય કે દુનિયામાં ક્યાંય પણ અશાંતિ થઈ હોય.  ભારતીયો ફસાયા હોય. મેં તો નજદીકથી જોયું છે ભાઈ. રાતનાં 3 વાગ્યા સુધી મોદીજી સતત ત્યાં વાતચીત કરતા કરતા એકપણ ભારતીય ત્યાં આગળ જીવ ન ગુમાવે અને સૌને સુરક્ષીત સૌને પાછા લાવવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. 

પાકિસ્તાનનાં ઘરમાં ધુસી આતંકવાદીઓને સફાયો કરવાનું કામ વડાપ્રધાને કર્યુંઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રીએ કોંગ્રેસને આડેહાથ લેતા વધુમાં જણાવ્યું હતું કે,  કોંગ્રેસનું શાસન હતું.  તે સમય દરમ્યાન રોજ પાકિસ્તાનથી આલીયા, માલીયા,  જમાલીયા ઘુસી જતા હતા.  બોંબ ધડાકા, આતંકવાદ અને ત્યાં મનમોહનસિંગ હતા. મૌની બાબા એક અક્ષર પણ ન બોલે. કોઈની બોલવાની હિંમત નહી. ત્યારે મોદીજીનાં સમયમાં પાકિસ્તાને ઉરી અને પુલવામાં છમકલું કર્યું. અને પાકિસ્તાનને એવી ખોડ ભુલવાડી દીધી સર્જીકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈક કરી પાકિસ્તાનનાં ઘરમાં ઘુસી આતંકવાદીઓને સફાયો કરવાનું કામ દેશનાં વડાપ્રધાને કર્યું. સેનાતો એ જ છે અને એ વખતે પણ આજ હતી. આજે પણ આ છે. જવાનો એ વખતે પણ  બહાદુર હતા આજે પણ જવાનો જ લડ્યા. ફરક શું પડ્યો? રાજનીતીક ઈચ્છા શક્તિનો. વડાપ્રધાને સમગ્ર વિશ્વમાં  પ્રસ્થાપિત કરી દીધું કે ભારતની સેના અને ભારતની સીમા એને કોઈ છેડખાની ન કરી શકે.  ભારતની સેના અને ભારતની સીમા સાથે છેડખાની કરવા પર દંડ આપવામાં આવે છે તે નિશ્ચિત વડાપ્રધાને કર્યુ. 

વિદેશમાં જઈને દેશની નિંદા કરવાનું કામ ન શોભેઃ અમિત શાહ
સિદ્ધપુર ખાતે યોજાયેલી વિશાળ જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતે લોકસભામાં 26 માંથી 26 બેઠક આપી. તેમજ પાટીલનાં નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણીમાં વિક્રમી જીત મેળવી.  ત્યારે વધુમાં અમિત શાહે કહ્યું હતું કે રાહુલ બાબા વિદેશમાં વેકેશન કરવા ગયા છે પરંતું વિદેશમાં જઈને દેશની નિંદા કરવાનું કામ ન શોભે. 

સંકળાયેલા મુદ્દાઓ

9 years of good governance PM Narendra Modi amit shah attack on Congress condemnation abroad અમિત શાહ કોંગ્રેસ પર પ્રહાર રાહુલ ગાંધી Siddhpur
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ