બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / સુમુલમાં મલાઈમાર કોણ? પશુપાલકોના રૂપિયાની આવી રીત થઈ કટકી, આક્ષેપથી હડકંપ

સુરત / સુમુલમાં મલાઈમાર કોણ? પશુપાલકોના રૂપિયાની આવી રીત થઈ કટકી, આક્ષેપથી હડકંપ

Last Updated: 08:59 PM, 9 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુમુલ ડેરીના વર્તમાન ચેરમેન અને પૂર્વ સાંસદ માનસિંહ પટેલે તત્કાલિન ચેરમેન રાજુ પાઠક પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો

સુરતની સુમુલ ડેરીમાં રૂપિયા 1 હજાર કરોડનું કૌભાંડ થયાનો વર્ષ 2021માં આક્ષેપ થતાં વિવાદ થયો હતો. સુમુલ ડેરીના વર્તમાન ચેરમેન અને પૂર્વ સાંસદ માનસિંહ પટેલે તત્કાલિન ચેરમેન રાજુ પાઠક પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો.

sumul 2

કૌભાંડની તપાસનો ધમધમાટ

આ આક્ષેપ સંદર્ભે દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણી દર્શન નાયકે સીટની રચના કરી તપાસ કરવાની માગ સાથે PM, CM અને સહકાર વિભાગમાં લેખિત રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં તત્કાલિન જિલ્લા સહકારી રજિસ્ટ્રારે પણ ગેરરીતિ આચરી હોવાથી તેઓની સામે પગલાં ભરવાની માગ કરી હતી. દર્શન નાયકની રજૂઆતના 3 વર્ષ બાદ રૂપિયા 1 હજારના કૌભાંડની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ભરૂચના સ્પેશિયલ ઓડિટર મિલ્ક વિભાગને તપાસ સોંપવામાં આવી છે.

વાંચવા જેવું: PM મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા વિદેશી મહેમાનો, કિન્નર અને ટ્રાન્સજેન્ડરો પણ ભાગ લેશે

દક્ષિણ ગુજરાતનું સહકારી રાજકારણ ગરમાયુ

આ તપાસ સંદર્ભે ભરૂચ સ્પેશિયલ ઓડિટર મિલ્ક વિભાગે દર્શન નાયકને પુરાવા સાથે સુનાવણી માટે 13 જૂને હાજર રહેવા જણાવ્યુ છે. તેના કારણે દક્ષિણ ગુજરાતનું સહકારી રાજકારણ ગરમાયુ છે. મહત્વપૂર્ણ છે કે સુમુલ ડેરીની ચૂંટણી સમયે 1 હજારના કૌભાંડનો આક્ષેપ થતાં ડેરીના કેટલાક કર્મચારીઓને સસ્પેન્ડ તો કેટલાક કર્મચારીને નોકરીમાંથી બરતરફ કરાયા હતા. ત્યારે આ કૌભાંડની તપાસ શરૂ થતા ડેરીના ડિરેક્ટરો ચિંતામાં મૂકાયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Sumul Dairy Issue Surat Sumul Dairy Surat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ