બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદની આસપાસનાં 10 કિલોમીટર વિસ્તારમાં લાગુ પડશે કોર્પોરેશન ટેક્સ
Last Updated: 11:15 PM, 21 June 2025
Ahmedabad : અમદાવાદમાં વિહિકલ ટેક્સને લઈ AMCનો મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં કુલ ત્રણ આરટીઓ કચેરી આવે છે. જેમાં અમદાવાદ પશ્ચિમ GJ-01 અને અમદાવાદ પૂર્વ GJ-27 અને અમદાવાદ ગ્રામ્ય GJ-38 આવે છે. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં હદ વિસ્તારમાં આવતા નવા વાહનોને કોર્પોરેશન ટેક્સ ભરવો પડે છે. જે વાહન અનુસાર અલગ અલગ હોય છે. જો કે કોર્પોરેશનનાં હદ વિસ્તારમાં લાખો રૂપિયા સુધીનો કોર્પોરેશન ટેક્સ ભરવો પડતો હોય છે.
ADVERTISEMENT
કોર્પોરેશનને ચુકવવો પડશે ટેક્સ
જો કે કેટલાક કિસ્સામાં જે લોકો ખુબ જ મોંઘીદાટ ગાડીઓ ખરીદે તેમને કોર્પોરેશન ટેક્સ પણ લાખો રૂપિયામાં ભરવો પડતો હોય છે. તે કિસ્સામાં તેઓ પોતાનો ટેક્સ બચાવવા માટે અમદાવાદ ગ્રામ્યમાં પોતાની ગાડીનું પાસિંગ કરાવતા હોય છે. જેથી તેઓ પોતાનો કોર્પોરેશન ટેક્સ બચાવી શકે. તે અમદાવાદ ગ્રામ્યમાં આવતું હોવાથી બીજી પણ કોઇ સમસ્યા નડતી નથી. જેનાં કારણે કોર્પોરેશનને ગાડીઓ અમદાવાદ શહેરમાં ફરતી રહે તેમ છતા પણ ટેક્સ વસુલી શકતા નથી. જેનાં કારણે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવો નિયમ લાવવામાં આવ્યો છે. એએમસીની હદનાં 10 કિલોમીટર વિસ્તારમાં રહેતા લોકો જો વાહન ખરીદે તો તેમને પણ કોર્પોરેશન ટેક્સ ભરવોપ ડશે. આરટીઓમાં એએમસીની હદથી 10 કિલોમીટર સુધીનાં રજીસ્ટ્રેશન પર કોર્પોરેશન ટેક્સ વસુલવા માટે જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : BRTS બસની અંદર બેઠેલા મુસાફરને ખોલવી પડી છત્રી, જોત જોતામાં વાયરલ થઇ ગયો વીડિયો
શું છે કોર્પોરેશન કે રોડ ટેક્સ?
ADVERTISEMENT
રોડ ટેક્સ , જે વિશ્વભરમાં વિવિધ નામોથી ઓળખાય છે, તે એક એવો ટેક્સ છે જે જાહેર રસ્તા પર મોટરાઇઝ્ડ વાહનનો ઉપયોગ કરવા માટે ચૂકવવો પડે છે અથવા તેની સાથે સમાવિષ્ટ હોય છે . મોટર વ્હીકલ ટેક્સ (જેને રોડ ટેક્સ કહેવાય છે) એ એન્જિનની ક્ષમતા, બેઠક ક્ષમતા, ભાર વિનાનું વજન અને કિંમત કિંમત સહિતના વિવિધ પરિબળોના આધારે ગણવામાં આવે છે. રોડ ટેક્સ વસૂલવા માટે દરેક રાજ્યમાં અલગ-અલગ નિયમો અને નિયમો હોય છે. "એક રાષ્ટ્ર-એક કર"ની સરકારની પહેલને અનુરૂપ દેશભરમાં સમાન નિયમો અને ટેરિફ રાખવાનો પ્રસ્તાવ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.