Coronavirus / કોરોના વાયરસ મુદ્દે ભારતને લઈને ચિંતાજનક રિપોર્ટ, 4 મહિનામાં ભારતમાં હશે એવી સ્થિતિ કે...

coronvirus study on india by john hopkins university report covid 19 end in july

કોરોના વાયરસને લઈને ભારતમાં ઘણી તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર દેશને લોકડાઉન કરવામાં આવ્યું છે. તેમજ છતાં ભારતમાં 733 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. 20 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અત્યારે કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 647 છે. ઉલ્લેખનીય છે કે 66 લોકો સાજા થઈ ગયા છે. ત્યારે ભારતને લઈને દુનિયાની સૌથી મોટી યુનિવર્સિટીએ રિપોર્ટ આપ્યો છે. જેમાં કેવી રીતે ભારતના માથે સંકટ તોળાઈ રહ્યું છે તે દર્શાવવામાં આવ્યું છે. આ વાયરસ આવનારા 4 મહિના સુધી ભારત માટે સમસ્યા બની રહેવાનો છે. રિપોર્ટમાં કોરોના વાયરસને પહોંચી વળવાના રસ્તા દર્શાવવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ