coronavirus / વલસાડ તંત્રએ શ્રમિકો પાસેથી રાત્રે જ ટિકિટના પૈસા માંગતા, કોંગ્રેસના કાર્યકરોએે દરેકને 700 રુ. આપ્યાં

coronavirus valsad congress mingrantworker gujarat lockdown train

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં પરપ્રાંતિય શ્રમિકોને લઇના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પરપ્રાંતિય શ્રમિકોને વતનમાં મોકલવાને લઇને તેમની પાસેથી ભાડું લેવાને લઇ દેશભરનું રાજકારણ ગરમાયું છે. પરપ્રાંતિય શ્રમિકો પાસેથી રેલવે વિભાગ ભાડું વસૂલે છે કે રાજ્ય સરકાર તે અંગે હજુ અસમંજસ જોવા મળી રહ્યો છે. જો કે પરપ્રાંતિય શ્રમિકોના ભાડાને લઇને કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. જો કે ગુજરાતના વલસાડથી પરપ્રાંતિય શ્રમિકોને લઇને ઉપડનારી ટ્રેનમાં પરપ્રાંતિયો પાસેથી ભાડુ વસુલવાને લઇને રાજકારણ ગરમાયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ