બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / coronavirus vaccine hesitancy rises among indians survey

સર્વે / કોરોના વેક્સીનેશનને લઈને આ 2 કારણોથી ડરી રહ્યા છે ભારતીયો, સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામ

Bhushita

Last Updated: 07:29 AM, 18 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશ અને દુનિયામાં કોરોના વેક્સીનેશનની પ્રક્રિયા શરૂ થઈ રહી છે ત્યારે અમેરિકામાં પણ લોકો વેક્સીન લઈ રહ્યા છે. આ સમયે શું ભારતમાં લોકો વેક્સીન મૂકાવવા તૈયાર છે તેને લઈને સર્વે કરાયો તો તેમાં 18000માંથી 69 ટકા લોકોએ કહ્યું કે વેક્સીનની કોઈ જરૂર નથી. તેઓ તેની સાઈડ ઈફેક્ટથી ડરી રહ્યા છે.

  • કોરોના વેક્સીન મૂકાવવાથી ડરે છે ભારતીયો
  • વેક્સીનનેશન બાદની સાઈડ ઈફેક્ટથી ચિંતિત છે ભારતીયો
  • 18000માંથી 69 ટકાએ કહ્યું વેક્સીનેશનની જરૂર નથી
     

એક રિપોર્ટ અનુસાર દિલ્હીના લોકલ સર્કલમાં સર્વે કરાયો તેમાં જાણવા મળ્યું કે કોરોનાની વેક્સીન લગાવવાથી લોકો ખચકાઈ રહ્યા છે. તેનું એક કારણ સપ્ટેમ્બરમાં સતત વધેલા કેસ અને બીજું વેક્સીનની સાઈડ ઇફેક્ટથી લોકો ચિંતા અનુભવી રહ્યા છે. 

18000માંથી 69 ટકાએ કહ્યું વેક્સીનેશનની જરૂર નથી
 
18000 લોકો પર કરાયેલા સર્વેમાં 69 ટકા ભારતીયોએ કહ્યું કે વેક્સીનેશનની કોઈ જરૂર નથી. તેઓ વેક્સીન આવ્યા બાદ પણ તેને લેવામાં સંકોચ અનુભવી રહ્યા છે.તેના કારણોમાં સંક્રમણમાં ઘટાડો અને વેક્સીનની સાઈડ ઈફેક્ટ છે. તેઓ માને છે કે કોરોના તેમનું કંઈ બગાડી શકશે નહીં આ વિશ્વાસ કાયમ છે.  

અમેરિકામાં પણ 50 ટકા લોકો વેક્સીનેશનને લઈને દ્રિધામાં

ભારત જ નહીં પણ અમેરિકામાં વેક્સીનેશનની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વેક્સીનેશનને લઈને અમેરિકાની વર્જિનિયામાં પણ સર્વે કરાયો તો તેમાં લગભગ 50 ટકા યુવાઓએ વેક્સીનનેશનને લઈને નામાં જવાબ આપ્યો હતો તો કેટલાક લોકોએ જવાબ આપવાનું ટાળ્યું હતું. 800 લોકોને પૂછાયેલા સવાલના જવાબમાં 59 ટકા લોકોએ કહ્યું કે તેઓ વેક્સીનેશન માટે તૈયાર છે. 18 ટકાએ તેનો કોઈ જવાબ આપ્યો નથી અને 22 ટકા લોકોએ ધરાર ના પાડી દીધી છે.  

 


વેક્સીનેશનની થઈ સાઈડઈફેક્ટ

અમેરિકાના અલાસ્કામાં વેક્સીનેશન બાદ 2 લોકોની તબિયત અચાનક બગડી છે. તેઓએ ફાઈઝરની વેક્સીન લીધી અને મિનિટોમાં તેમની તબિયત બગડી હતી. આ બંને વ્યક્તિઓ હેલ્થ વર્કર્સ છે અને એક જ હોસ્પિટલમાં કામ કરે છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે જેમને પહેલાંથી કોઈ એલર્જી છે તેઓએ વેક્સીન લેવી નહીં. મધ્યમ ઉંમરના વર્ગની વ્યક્તિઓને વેક્સીન બાદ લક્ષણ જોવા મળ્યા બાદ તેમની ટ્રીટમેન્ટ કરી શકાય છે.  

સંકળાયેલા મુદ્દાઓ

America Coronavirus Survey hesitancy indians vaccine અમેરિકા કોરોના વાયરસ ડર ભારતીયો વેક્સીનેશન સર્વે coronavirus vaccine
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ