coronavirus vaccine coronil patanjali baba ramdev press conference live updates
બાબા રામદેવનો દાવો /
કોરોનાની સારવારનો દાવો કરતી દવા પતંજલિએ કરી લૉન્ચ,7 દિવસમાં થશે બજારમાં ઉપલબ્ધ
Team VTV12:52 PM, 23 Jun 20
| Updated: 12:55 PM, 23 Jun 20
કોરોના વાયરસ રોગચાળાને કારણે વિશ્વવ્યાપી વિનાશ સર્જાયો છે. પરંતુ હજી સુધી તેને રોકવા માટે કોઈ દવા બનાવવામાં આવી નથી. હવે યોગ ગુરુ બાબા રામદેવની પતંજલિ કંપનીનો દાવો છે કે તેઓએ તેની દવા તૈયાર કરી છે. પતંજલીના યોગગુરુ રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ હાલમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. જેમાં દવા જાહેર કરવામાં આવી.
કોરોનાની પ્રથમ આયુર્વેદિક દવા કોરોનિલ તૈયાર
આજે કંટ્રોલ્ડ ક્લીનિકલ ટ્રાયલના પરિણામ જાહેર
પતંજલિ અને NIMSએ સંયુક્ત રુપે કર્યું છે રિસર્ચ
ટ્રાયલમાં સામેલ વૈજ્ઞાનિકો, સંશોધકો અને ડોક્ટરની ટીમ હાજર
પ્રેસ કોન્ફરન્સમાં રામદેવે કહ્યું કે વિશ્વ કોરોના વાયરસની કોઈ દવાઓ બહાર આવે તેની રાહ જોઈ રહી હતી. આજે અમને ગર્વ છે કે આપણે કોરોના વાયરસની પ્રથમ આયુર્વેદિક દવા તૈયાર કરી છે. આ આયુર્વેદિક દવાનું નામ કોરોનિલ છે.
રામદેવે કહ્યું કે આજે એલોપેથિક સિસ્ટમ દવાને લીડ કરી રહ્યું છે. અમે કોરોનિલ બનાવી છે. જેમાં અમે ક્લિનિકલ કંટ્રોલ અભ્યાસ કર્યો હતો, સો લોકો પર તેનું પરીક્ષણ કરાયું હતુ. ત્રણ દિવસની અંદર 65 ટકા દર્દીઓ પોઝિટિવ માંથી નેગેટિવ થયા છે.
યોગગુરુ રામદેવે કહ્યું કે સાત દિવસમાં 100 ટકા લોકો સાજા થયા. અમે તેને સંપૂર્ણ સંશોધન સાથે તૈયાર કર્યું છે. અમારી દવામાં સો ટકા રિકવરી દર અને શૂન્ય ટકા મૃત્યુ દર છે. રામદેવે કહ્યું કે ભલે લોકો અમારા આ દાવા પર સવાલ કરે છે તો પણ અમારી પાસે દરેક સવાલોના જવાબો છે. અમે બધા વૈજ્ઞાનિક નિયમોનું પાલન કર્યું છે.
પત્રકાર પરિષદમાં યોગગુરુ રામદેવે કહ્યું કે આ દવા બનાવવા માટે માત્ર દેશી તત્વોનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં મુલેઠી કાઢા સહિતની ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ ગિલોય, અશ્વગંધા, તુલસી, શ્વાસરિનો પણ ઉપયોગ થતો હતો.
રામદેવે કહ્યું કે આયુર્વેદથી બનેલી આ દવા આવતા સાત દિવસમાં પતંજલિની દુકાનમાં મળી જશે. ઉપરાંત સોમવારે એક એપ શરૂ કરવામાં આવશે. જેની મદદથી આ દવા ઘરે પહોંચાડવામાં આવશે.
— Acharya Balkrishna (@Ach_Balkrishna) June 22, 2020
પતંજલિનો દાવો છે કે આ દવા કોરોના વાયરસને હરાવી દેશે. આ દવા આયુર્વેદિક છે. તેનું નામ કોરોનિલ રાખવામાં આવ્યું છે.
પતંજલિના આચાર્ય બાલકૃષ્ણે દાવો કર્યો હતો કે પતંજલિએ આર્યુવેદની મદદથી કોરોના વાયરસને હરાવવા માટે દવા બનાવી છે. કોરોના ચેપ આવ્યો ત્યારથી અમે આ દવા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હવે અમારા પ્રયત્નો સફળ થયા છે.
પતંજલિનો દાવો છે કે આ સંશોધન પતંજલિ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (પીઆરઆઈ), હરિદ્વાર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એનઆઈએમએસ), જયપુર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. દિવ્ય ફાર્મસી, હરિદ્વાર અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ, હરિદ્વાર દ્વારા આ દવા બનાવવામાં આવી રહી છે.