બ્રેકિંગ ન્યુઝ
VTV / coronavirus vaccination faq for general public starting from march 1
Bhushita
Last Updated: 08:11 AM, 28 February 2021
ADVERTISEMENT
દેશમાં 1 માર્ચથી સામાન્ય આબાદીને કોરોનાની વેક્સીન લગાવવાનું કામ શરૂ થશે. કેન્દ્ર સરકારના આદેશ અનુસાર દેશના 10 હજાર સરકારી કેન્દ્રો પર ફ્રીમાં વેક્સીન લગાવાશે. આ સાથે 45 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ માટે 20 પ્રકારની બીમારીથી પીડિત વ્યક્તિ પણ વેક્સીન લગાવડાવી શકશે. દેશમાં 20 હજાર ખાનગી કેન્દ્રો પર પણ વેક્સીન લગાવાશે. કેન્દ્ર સરકારે આ માટે પ્રતિ ડોઝની કિંમત 250 રૂપિયા નક્કી કરી છે.
ADVERTISEMENT
આવી છે વ્યવસ્થા
દેશમાં અત્યારે 10000થી વધારે પ્રાઈવેટ હોસ્પિટલ, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન યોજનાના આઘારે પેનલ પર છે. જ્યારે 687 પ્રાઈવેટ હોસ્પિટલ સીજીએચએસના પેનલ પર છે. તેમાં વેક્સીનેશન કરાવી શકાશે. પ્રાઈવેટ હોસ્પિટલનું લિસ્ટ સ્વાસ્થ્ય મંત્રાલયની લેબસાઈટ પર મૂકાયું છે. આ સિવાય સરકારી હોસ્પિટલ, CHC, PHCમાં પણ વેક્સીન લઈ શકાય છે.
कोविड वैक्सीन टीकाकरण केंद्रों के रूप में काम करने वाले निजी अस्पताल प्रति डोज अधिकतम 250 रुपये शुल्क वसूल सकते हैं: भारत सरकार
— ANI_HindiNews (@AHindinews) February 27, 2021
60 વર્ષના લોકોએ આપવાનું રહેશે ઓળખપત્ર
કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલ માટે દરેક વેક્સીનની કિંમત 250 રૂપિયા નક્કી કરી છે. એટલે કે કોઈ પણ હોસ્પિટલ આનાથી વધારે કિંમત લઈ શકશે નહીં. એટલે કે આ વેક્સીનના 2 ડોઝની કિંમત 500 રૂપિયા થશે. 60 વર્ષથી ઉપરની વ્યક્તિએ ઓળખપત્ર બતાવીને વેક્સીન લેવાની રહેશે જેથી તેમની ઉંમર કન્ફર્મ કરી શકાશે.
ગંભીર બીમારી વાળાએ આપવાનું રહેશે આ ફોર્મ
45 વર્ષથી ઉપરના અને સરકાર દ્વારા નક્કી કરાયેલી 20 બીમારીઓમાં આવતા લોકોએ એક ફોર્મ ભરવાનું રહે છે. તેમાં રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરનું પ્રમાણિત કરવાનું રહેશે. જો સરકારને નક્કી કરેલી 20માંથી કોઈ 1 બીમારી હશે તો તેને વેક્સીન આપવામાં આવેશે. તેમાં કિડની, લીવર, હાર્ટ ફેલિયર સહિત અનેક બીમારી સામેલ કરાઈ છે.
એટલું જ નહીં હવે રજિસ્ટ્રેશન માટે 3 રીત રહેશે. પહેલાંથી રજિસ્ટ્રેશન કરાવને વેક્સીન લેવી, બીજી રીતમાં ઓનસાઈટ રજિસ્ટ્રેશન એટલે કે સ્થળ પર જઈને રજીસ્ટ્રેશન કરવું અને વેક્સીન લગાવવી. ત્રીજી રીતમાં અધિકારીની મદદથી ગ્રૂપમાં રજિસ્ટ્રેશન કરાવવું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT