બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Coronavirus update in Ahmedabad

અલર્ટ / અત્યારસુધીમાં અમદાવાદની એક ટકો વસતી કોરોનાગ્રસ્ત, 1982ના મોત, 299 વિસ્તાર માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન

Gayatri

Last Updated: 09:21 AM, 30 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની એક ટકો વસતી કોરોનાગ્રસ્ત નોંધાઈ છે. અને દિવસેને દિવસે કોરોનાના કેસીસ એક સાથે વધી રહ્યા છે.

  • અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ
  • અમદાવાદમાં કોરોના સંક્રમણની આંકડો 45922 પર પહોંચ્યા
  • જ્યારે મૃત્યુ આંક 1982 પર પહોંચ્યો

અમદાવાદમાં સતત વધતું કોરોનાનું સંક્રમણ નોંધાયો છે. કોરોના સંક્રમણનો આંકડો 45,922 પર પહોંચ્યો છે. અમદાવાદમાં મૃત્યુઆંક 1982 પર પહોંચ્યો છે. કુલ ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 41,201 પર પહોંચી છે. જ્યારે અમદાવાદમાં હાલ 2739 એક્ટિવ કેસ નોંધાયા છે. 

ક્યા ઝોનમાં કેટલા કેસ?

  • મધ્ય ઝોન 309
  • પશ્ચિમ ઝોન 465
  • ઉત્તર પશ્ચિમ ઝોન 517
  • દક્ષિણ પશ્ચિમ ઝોન 448
  • ઉત્તર ઝોન 318
  • પૂર્વ ઝોન 301
  • દક્ષિણ ઝોન 381
  • એક્ટિવ કેસ 2739

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્રની ચિંતા પણ વધી છે. 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની અવરજવર જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વધુ બગડી હોવાના સંકેત જણાઇ રહ્યા છે. તેવામાં હવે સબ સલામતીના દાવા વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી 30 વેન્ટિલેટર અમદાવાદ મોકલાયા છે. 986 કિલોલીટરની બે ઓક્સિજન ટેન્ક પણ અમદાવાદ મોકલાઈ છે. ડોકટર્સની ટીમને પણ ડેપ્યુટેશન ઉપર અમદાવાદ મોકલાઇ છે.

અમદાવાદ શહેરમાં કુલ 299 વિસ્તાર માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન

અમદાવાદમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. ત્યારે વધુ 7 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. હાલ અમદાવાદ શહેરમાં કુલ 299 વિસ્તાર માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ છે.સાબરમતી નદીના તમામ બ્રિજ પર અમદાવાદ પોલીસનું સઘન ચેકિંગ

અમદાવાદમાં કોરોનાના વધતા કેસો સામે પોલીસ એક્શનમાં આવી છે. અમદાવાદ શહેરમાં અનેક જગ્યાઓ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. તો સાબરમતી નદીના તમામ બ્રિજ પર સઘન ચેકિંગ શરૂ કરી દેવાયું છે. કોરોનાના નિયમોનું પાલન ન કરનાર સામે પોલીસે લાલ આંખ કરી છે.

અમદાવાદ મનપાના એસ્ટેટ વિભાગએ કડક કાર્યવાહી

ગુજરાત હાઈકોર્ટ સામે આવેલા ક્રોમા સ્ટોરને સીલ કરવામાં આવ્યો છે. કારણ કે જ્યારે અહીંયા દરોડા પડ્યા ત્યારે કોવિડ ગાઈડલાઈનનો ભંગ થતો હતો. તેના જ કારણે ક્રોમા સ્ટોર સહિત 6 યુનિટોને સીલ કરી દંડ ફાટકરાયો છે. પંજાબ ઓટોમોબાઇલ્સ સાયન્સ સીટી, જય ભવાની, કારગિલ ચાર રસ્તા, ખુશી મોબાઈલ શોપ, ગુરુકુલ રોડ, સંજીવની હોસ્પિટલ, ભુયગદેવ ચાર રસ્તાને સીલ કરવા સાથે સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ રૂ.50,000 દંડ કરાયો છે.

કોરોના અપડેટઃ રાજ્યમાં કોરોનાના એક જ દિવસમાં 1564 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14 હજાર 889 છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 2 લાખ 8 હજાર 278 થયા છે. એક જ દિવસમાં 16 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ 1 લાખ 89 હજાર 420 દર્દીઓ સાજા થયા છે. 

નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1451 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,89,420 પર પહોંચ્યો છે. આજે 16 દર્દીઓના કોરોનાને કારણે મોત થતાં કુલ મૃત્યુઆંક 3969 પર પહોંચ્યો છે. 

રાજ્યમાં હાલમાં 14889 એક્ટિવ કેસ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 14889  એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ  90.95 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 68,960 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 7,759,739 પર પહોંચ્યો છે. તો ચિંતાજનક વાત એ પણ છે કે, રાજ્યમાં હાલ 86 લોકો વેન્ટિલેટર પર છે. 

અમદાવાદ જિલ્લામાં 345 કેસ આવતા ચિંતા વધી 

આજે અમદાવાદ શહેરમાં 319, અમદાવાદ જિલ્લામાં 26, સુરત શહેરમાં 223, સુરત જિલ્લામાં 55, વડોદરા શહેરમાં 130, વડોદરા જિલ્લામાં 41 , રાજકોટ શહેરમાં 96, રાજકોટ જિલ્લામાં 53,ગાંધીનગર શહેરમાં 25, ગાંધીનગર જિલ્લામાં 33 તો ઉત્તર ગુજરાતના ખેડામાં નવા 57 કોરોનાના કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, અમદાવાદ બાદ સુરતમાં કોરોનાને લઇને સ્થિતિ વધુ વણસેલી છે. છેલ્લા 6 દિવસથી સતત 1500થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે અને અમદાવાદમાં સ્થિતિ પર હજી કાબૂ આવ્યો નથી. 

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત 

29/11/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 345
સુરત 278
વડોદરા 171
ગાંધીનગર 58
ભાવનગર 29
બનાસકાંઠા 38
આણંદ 28
રાજકોટ 149
અરવલ્લી 11
મહેસાણા 51
પંચમહાલ 33
બોટાદ 8
મહીસાગર 16
ખેડા 57
પાટણ 30
જામનગર 35
ભરૂચ 20
સાબરકાંઠા 18
ગીર સોમનાથ 9
દાહોદ 26
છોટા ઉદેપુર 2
કચ્છ 22
નર્મદા 6
દેવભૂમિ દ્વારકા 3
વલસાડ 2
નવસારી 8
જૂનાગઢ 29
પોરબંદર 3
સુરેન્દ્રનગર 40
મોરબી 16
તાપી 5
ડાંગ 0
અમરેલી 18
અન્ય રાજ્ય 0

સંકળાયેલા મુદ્દાઓ

coronavirus in Ahmedabad coronavirus in Gujarat covid 19 કોરોના કોવિડ coronavirus in Ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ