બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / મુંબઈ / coronavirus update corona guidelines for different states of india new restrictions
Last Updated: 11:08 AM, 31 March 2021
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં નાઈટ કર્ફ્યૂ બાદ આના પર પ્રતિબંધ
મહારાષ્ટ્રમાં લોકડાઉનના સમાચારની વચ્ચે હવે સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સંપૂર્ણ લોકડાઉન નહીં લગાવવામાં આવે પરંતુ નિયમ વધારે કડક કરવામાં આવશે. કોરોનાની ચેન તોડવા માટે આકરા નિર્ણય લેવાઈ શકે છે. જેનો પ્લાન આ અઠવાડિયે બની શકે છે. શોપિંગ મોલ્સ, રેસ્ટોરન્ટ, સિનેમા હોલ જ્યાં વધારે આવનજાવન છે ત્યાં સંપૂર્ણ પ્રતિબંધ કરાશે. લોકલ ટ્રેનને લઈને પણ નિર્ણય લેવાશે. 28 માર્ચથી નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. નાઈટ કર્ફ્યૂ દરમિયાન અન્ય પ્રતિષ્ઠાન રાતના 8થી સવારના 7 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. માસ્ક ન પહેરનારને 500 નો દંડ, રોડ પર થુંકનારને 1 હજારનો દંડ ફટકારાશે. અંતિમ સંસ્કારમાં ફક્ત 20 લોકોને સામેલ થવાની પરવાનગી. મુંબઈના સેશન્સ કોર્ટમાં 2 શિફ્ટમાં કામ થશે. ઔરંગાબાદ જિલ્લામાં 8 એપ્રિલ સુધી લોકડાઉન લગાવાશે.
ADVERTISEMENT
ઉત્તરાખંડમાં આ 12 રાજ્યોમાંથી આવનારાની એન્ટ્રી મુશ્કેલ
ઉત્તરાખંડ સરકારે કોરોનાને લઈને કડકાઈ વધારી છે. એક એપ્રિલથી દિલ્હી સહિત12 રાજ્યોમાંથી આવનારાને પોતાની સાથે 72 કલાકની નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટને પોતાની સાથે રાખવાની રહેશે. 1 એપ્રિલથી હરિદ્વાર કુંભમાં પણ એ જ લોકોને એન્ટ્રી આપવામાં આવશે જેમનો 72 કલાકની નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ હશે. જે લોકોને રસી લાગી ચૂકી છે તે જો સર્ટિફિકેટ બતાવે છે તો તેમને છુટ મળી શકે છે. રેલવે સ્ટેશન, એરપોર્ટ અને બોર્ડર ચોકીઓ પર રેન્ડમ ચેકિંગના આદેશ અપાયા છે.
એમપીમાં હાલ સ્કુલ નહીં ખુલે, રવિવારે આ શહેરોમાં લોકડાઉન
કોરોનાના વધતા મામલાની વચ્ચે શિક્ષા વિભાગને નિર્ણય કર્યો છે કે એમપીમાં ધોરણ 1થી 8 સુધી સ્કૂલ એક એપ્રિલથી નહીં ખુલે. સરકારે ફરી 15 એપ્રિલ સુધી સ્કૂલો બંધ રાખવાના આપ્યા આદેશ. એમપીમાં વધુ 4 શહેરોમાં રવિવારે લોકડાઉન રાખવાનો નિર્ણય કર્યો છે. છિંદવાડા, ખરગોન, રતલાન અને બૈતૂલમાં આવનારા નવા આદેશ સુધી રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે. રાજધાની ભોપાલ, ઈન્દોર અને જબલપુરમાં રવિવારે લોકડાઉનની શરુઆત પહેલા જ થઈ ચૂકી છે. ત્યારે મહારાષ્ટ્રથી આવનારાને 7 દિવસ ફરજિયાત ક્વોરેન્ટાઈન રહેવું પડશે.
પંજાબમાં વધી ડેડલાઈન
પંજાબમાં કોરોનાને પગલે સીએમ અમરિંદર સિંહે રાજ્યમાં પ્રતિબંધોની તારીખ 31 માર્ચથી વધારીને 10 એપ્રિલ કરી દીધી છે. હવે સ્કૂલ, કોલેજ આવનારા 10 દિવસ બંધ રહેશે. પંજાબ સરકારે 19 માર્ચથી સિનેમાઘર, શોપિંગ મોલ્સ તથા સામાજિક કાર્યક્રમોમાં લોકોના જમાવડા પર પ્રતિબંધની સાથે સાથે શૈક્ષણિક સંસ્થાનોને આ મહિનાના અંત સુધી બંધ રાખવાના આદેશ આપ્યા હતા. શોપિંગ મોલ્સમાં એક સમયમાં 100થી વધારે વ્યક્તિઓને પરવાનગી ન હોવી જોઈએ અને સિનેમાઘરોમાં અડધી સીટો ખાલી રાખવાનું કહેવામાં આવ્યું છે. વધારે અસરગ્રસ્ત 11 જિલ્લામાં અંતિમ સંસ્કાર તથા લગ્નને બાદ કરતા તમામ સામાજિક કાર્યક્રમ પર પ્રતિબંધ છે. બન્ને પ્રસંગમાં 20 લોકોને જ પરવાનગી અપાઈ છે.
દિલ્હીમાં વધેલા કેન્ટોનમેન્ટ ઝોનની સંખ્યા
દિલ્હીમાં કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખીને આરક્ષિત સામાન્ય અને આઈસીયૂ બેડોની સંખ્યા કેટલીક હોસ્પિટલોમાં વધારવામાં આવી છે. દિલ્હીમાં કેજરીવાલે કહ્યું કે અમે નજર રાખી રહ્યા છીએ અને જરુરી પગલા ભરી રહ્યા છીએ. ચિંતાની કોઈ વાત નથી. 6 દિવસમાં કેન્ટોનમેન્ટ ઝોનની સંખ્યા 800થી વધારી દેવાઈ છે. લગ્ન અને અન્ય સમારોહમાં મહેમાનોની મહત્તમ સંખ્યા ઘટાડી દેવાઈ છે.
યુપી અને ગુજરાત સરકારે પણ નિયમ બદલ્યા
ગુજરાત સરકારે ચાર શહેરોમાં નાઈટ કર્ફ્યૂને 15 એપ્રિલ સુધી વધારી દીધુ. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કર્ફ્યુ રાતના 9થી સવારના 6 વાગ્ય સુધી રહેશે. ત્યારે યુપીમાં સીએમે સતર્કતા વર્તવાના આદેશ આપ્યા છે. આ ક્રમમાં ધોરણ -1થી 8 સુધી તમામ ખાનગી અને સરકારી સ્કુલો 4 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સાથે સરકારી અને ખાનગી કર્મીઓને રસીકરણ માટે રજા આપવાનો નિર્દેશ કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સાબાશ / રાજકોટના યુવકે વિશ્વની ફલક પર વગાડ્યો ડંકો, કામ જ એવુ કર્યું કે WHO, NASA ગદગદ થયું
Dinesh Chaudhary
અમદાવાદ / VIDEO : અસામાજિક તત્વો વિફર્યા, જાહેરમાં છરી અને લાકડીઓ ઉડી, પોલીસનો ડર ગાયબ!
Dinesh Chaudhary
ગુજરાત / આકાશમાંથી અગનવર્ષા! આજે ભીષણ ગરમીની આગાહી, આ જિલ્લાઓમાં 44 ડિગ્રી પહોંચશે તાપમાન
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.