સારા સમાચાર / 8મી જૂનથી શ્રદ્ધાળુઓ માટે ખુલશે અંબાજીના દ્વાર, પરંતુ ભક્તો આ લાભ નહીં લઈ શકે

coronavirus unlock gujarat Amabaji temple open for all at 8 june 2020

માઈભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. 8મી જૂનથી અંબાજીના કમાડ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકાશે. બે મહિનાથી બંધ મા અંબેની શક્તિપીઠના દર્શનો માટે કાયમ લાંબી કતારો લાગતી હોય છે ત્યારે હવે મા અંબેના દર્શન માટે કેટલીક શરતો સાથે ભક્તોને 8મી જૂનથી છુટ મળશે. કોરોના વાયરસને પગલે છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી લોકડાઉન હતુ જેને હવે 1લી જૂનથી 30મી જૂન સુધી અનલોક કરવામાં આવ્યુ છે જેને પગલે હાલ ધીરે ધીરે છુટછાટ આપવામાં આવી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ