કોરોના વાયરસના વધતા કેસને લઈને સરકાર અનલૉકની મદદથી ધીરે ધીરે જિંદગીને પાટા પર લાવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે સોમવારે 31 જુલાઈ સુધી અનલૉક 2.0ની ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આ ગાઈડલાઈન બુધવારે 1 જુલાઈથી લાગૂ થશે અને તેની સાથે હવે અનેક શરતો પણ લાગૂ થશે. કેટલાક નિયમોમાં છૂટછાટ આપવામાં આવશે. જાણી લો કયા 7 કામ પર આવતીકાલથી લાગશે બૅન.
અનલૉક 2માં નહીં કરી શકો આ કામ
તમે નાઈટ આઉટ કે રાતે લોન્ગ ડ્રાઇવ પર જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો રોકાઈ જાઓ, નાઈટ કર્ફ્યૂનો સમય બદલાઈ ગયો છે અને સાથે રાતે 10થી સવારે 5 વાગ્યા સુધી રહેશે.
દોસ્તોની સાથે મૂવી જોવા અને મોલમાં હેંગઆઉટ કરવાની ઈચ્છા રાખો છો તો એવું નહીં કરી શકો. મોલ અને મલ્ટીપ્લેક્સ બંધ જ રહેશે.
કોલેજ જઈને ફરીથી પ્રોફેસરના લેક્ચર લઈ શકાશે નહીં. સ્કૂલ કોલેજ અને કોચિંગ સંસ્થા 31 જુલાઈ સુધી બંધ રહેશે.
મેટ્રો ટ્રેનો ફરી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી, તે બંધ જ રહેશે.
ઘરે બેસીને દરેક સમયે ખાતા રહેવાથી વજન વધે છે. જિમ જઈને ફેટ બર્ન કરવા ઈચ્છો છો તો તે શક્ય નથી. જિમ બંધ રહેશે. ઘરે વર્કઆઉટ કરો તે યોગ્ય છે.
ગરમીમાં સ્વીમિંગ પુલમાં કૂલ થવાનું વિચારી રહ્યા છો તો તમે એવું કરી શકશો નહીં.
થિએટર કે એેન્ટરટેનમેન્ટ પાર્ક જઈને દોસ્તો સાથે સમય વીતાવવા ઈચ્છે છે તો તમે એવું કરી શકશો નહીં. આ બંને ચીજો બંધ રહેશે. તેની મજા લઈ શકશો નહીં.