Coronavirus / કોરોના સંકટમાં મીડિયાકર્મીઓને પોલીસ દ્વારા ખોટી કનડગત થવાના કિસ્સા આવ્યા સામે

 coronavirus surendranagar Media person gujarat police Fine

દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. તો કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા માટે થઇને સરકાર દ્વારા લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ વહિવટી તેમજ પોલીસ તંત્ર દ્વારા તેનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે તેમજ 144ની કલમનું પણ પાલન કરાવવામાં આવી રહ્યું છે જો કે, રાજ્યના પોલીસ વડા દ્વારા એક પરિપત્ર બહાર પાડીને ફરજ બજાવતા મીડિયાકર્મીઓને તથા મેડિકલ કર્મચારીઓને આઇકાર્ડ ચેક કરીને જવા દેવા માટે રાજ્યની પોલીસને જાણ કરવામાં આવી છે જો કે,કેટલાક સ્થળે પોલીસ વડાનો આ પરિપત્ર ઘોળીને પી જવાયો હોય તેવી ઘટના બની રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ