કોરોના સંકટ / કોરોનાને લઇને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે બનાવાયો અનોખો બેલ્ટ

coronavirus social distance gtu student belt

ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીને લઇને સંકટ યથાવત જોવા મળી રહ્યું છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાને લઇને લોકડાઉનમાં સૌથી મહત્વનું સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તે છે. સરકાર દ્વારા વારંવાર લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરવામાં આવે છે. ત્યારે રાજ્યમાં GTUના બે વિદ્યાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે અનોખો બેલ્ટ તૈયાર કર્યો છે. જો સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરવામાં આવે તો બેલ્ટમાંથી બઝરનો અવાજ આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ