કોરોના સંકટ / CM રુપાણીના વતનમાં સતત બીજા દિવસે પણ શ્રમિકોનો વતન જવા હોબાળો, સરકાર મુકપ્રેક્ષક બની

coronavirus rajkot lockdown people government

દેશભરમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોનાને લઇને દેશમાં લોકડાઉન3 જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉનના ત્રીજા તબક્કામાં કેન્દ્ર દ્વારા કેટલીક રાહત પણ આપવામાં આવી છે. પરપ્રાંતિયોને પોતાના વતન મોકલવાને લઇને કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી છે. રાજકોટમાં સતત બે દિવસથી પરપ્રાંતિઓનો વતન જવાને લઇને હોબાળા જોવા મળી રહ્યો છે. આજે શહેરના ગોંડલ ચોકડી ખાતે શ્રમિકો પોતાના વતન જવાની માગ સાથે એકઠા થયા હતા. જો કે એક સવાલ એ પણ થાય છે કે આટલા બધા શ્રમિકો એકસાથે આવ્યાં ક્યારે હશે? આમ, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વતનમાં સતત બે દિવસથી પરપ્રાંતિયો દ્વારા વતનમાં જવાને લઇને હોબાળો કરી રહ્યાં છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ