બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / coronavirus Rajkot 15 member of family covid affected

સલામ / રાજકોટમાં 22 લોકોના પરિવારમાંથી બાળકથી વૃદ્ધ સહિતના 15ને કોરોના, જાણો કઇ રીતે આપી મ્હાત

Kavan

Last Updated: 03:54 PM, 3 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુશ્કેલી ભલે ગમે તેટલી મોટી હોય પરંતુ સાથે મળીને લડીએ સફળતા જરૂર મળે છે. આ વાતને સાર્થક કરી બતાવી છે, રાજકોટના કોરોના વોરિયર્સ પરિવારે.

  • રાજકોટના આ પરિવારને સલામ
  • 15 સભ્યો હતા કોરોનાગ્રસ્ત
  • તમામે આપી મ્હાત

મળતી જાણકારી પ્રમાણે, રાજકોટમાં જેમ્સ એન્ડ જ્વેલરીના માલિક પ્રવીણ વૈદ્યના પરિવારના 15 સભ્યને એકસાથે કોરોના થયો હતો. દર બીજા-ત્રીજા દિવસે એક પછી એક સભ્યના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

1 વર્ષના બાળકને પણ થયો કોરોના 

ઉલ્લેખનીય છે કે, 22 વ્યક્તિના પરિવારમાંથી 15 સભ્યો કોરોનાનો ભોગ બનતા ડરનો માહોલ બન્યો હતો. ખાસ કરીને 1 વર્ષનું બાળક પણ કોરોના સંક્રમિત થયો હતો તો પરિવારના કેટલા લોકો એવા પણ હતા જેઓ ડાયાબિટીસ, અસ્થમા અને કેન્સરથી પણ પીડિત હતા. 

હિમંત હાર્યા વગર કોરોનાને આપી મ્હાત

જો કે, પરિવારજનો હિમ્મત હાર્યા નહોતા અને પોઝિટિવ વિચાર સાથે ઘરમાં જ સારવાર લેવાનું શરૂ કર્યુ અને તમામ સભ્યએ કોરોનાને હરાવ્યો અને ફરી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારનું મનોબળ તૂટ્યું નહીં અને કોરોના સામે જીત મેળવી.

પહેલા કરતાં કેસ ઘટ્યા (2 મે, 2021 મુજબ)

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોનાના 12,978 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 153 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 11,146 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,40,276 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 153 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 7508 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. રાજ્યમાં હાલ 722 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,46,818 પર પહોંચ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus coronavirus in Gujarat rajkot કોરોના વાયરસ મહામારી રાજકોટ coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ