બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / coronavirus positive case in Ahmedabad Gujarat
Gayatri
Last Updated: 02:57 PM, 4 March 2020
ADVERTISEMENT
આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે શું કહ્યુ
કોરોના વાયરસને લઇને ગુજરાત સરકાર અલર્ટ છે. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ કોરોનાને લઇ માહિતી આપી. તેઓએ કહ્યું કે વિશ્વમાં 3 હજાર 12 જેટલા લોકોના કોરોના વાયરસ કારણે મોત થયા છે. ત્યારે હાલ સરકાર અલર્ટ છે. અને વિદેશથી આવેલા મુસાફરોના સ્ક્રીનિંગ કરી સેમ્પલ લેવાયા છે. અને જો પોઝિટિવ કેસ હશે તો હોસ્પિટલમાં અલગ રખાશે.
ADVERTISEMENT
જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
કોરોના વાયરસ ઝડપથી ફેલાય છે તેથી લક્ષણો દેખાય તો તાત્કાલિક જાણ કરો. અને 104 નંબર પરથી કોરોના વાયરસની માહિતી મેળવી શકો છો. એવા કોઈ લક્ષણો દેખાય તો આરોગ્ય વિભાગની ટીમ દર્દીના ઘરે જઈ સેમ્પલ લેશે. આ ઉપરાંત આરોગ્ય કમિશનર કહ્યું કે બધાએ સાથે હેન્ડ સેનિટાઈઝર સાથે રાખવું જોઇએ. અને લોકોએ હાથ મિલાવાથી દૂર રહેવુ સાથે જ ભીડભાડવાળી જગ્યામાં જવાનું પણ ટાળવું જોઇએ.
કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને પણ આપી માહિતી, ભારતમાં અત્યાર સુધી કુલ 28 કેસ પોઝિટિવ આવ્યા છે
કોરોના વાયરસને લઇ ભારતમાં ખતરો વધી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને કોરોના વાયરસને લઇને માહિતી આપી. અને ડો.હર્ષ વર્ધને કહ્યું કે ઇરાનની સહાયતા માટે 4 વૈજ્ઞાનિક મોકલી રહ્યાં છીએ. ઇરાનમાં ભારત લેબ બનાવશે અને વિદેશથી આવતા જતા લોકોની સ્ક્રીનિંગ થશે. ઇરાનમાં ફસાયેલા ભારતીયોનો ટેસ્ટ કરી ત્યાંથી લાવીશું.
ઇટલીના 14 પર્યટકોને કોરોના વાયરસની પુષ્ટિ
આ ઉપરાંત તેઓએ કહ્યું કે ઇટલીના 14 પર્યટકોને કોરોના વાયરસની પુષ્ટિ થઇ છે. જેમને ITBP કેમ્પમાં રખાયા છે. ઇટલીના ગ્રુપમાં એક ભારતીય હતો, તેનો રિપોર્ટ પણ પોઝિટિવ છે. 21 ફેબ્રુઆરીના ઇટલીથી પર્યટકો ભારત આવ્યા હતા. ડો.હર્ષ વર્ધને વધુ માહિતી આપતા કહ્યું કે કેરળમાં 3 પોઝિટિવ લોકોની તબિયત સુધરી છે. ત્યારે લોકોએ સાવચેતી રાખવી જોઇએ અને હાથ મિલાવાથી બચવું જોઇએ. ઉપરાંત પાર્ટી, સામુહિક કાર્યક્રમોમાં જવાથી બચવુ જોઇએ. ભારતમાં અત્યાર સુધી કુલ 28 કેસ પોઝિટિવ આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.