દેશમાં કોરોના વાયરસના દર્દીનો આંક બુધવારે 38 લાખને પાર થયો છે. એક દિવસમાં ભારતમાં દુનિયાભરમાં સૌથી વધારે કોરોનાના કેસ આવ્યા છે. 24 કલાકમાં રેકોર્ડ બ્રેક એટલે કે 83 હજાર 883 નવા કેસ આવ્યા છે. આ સાથે જ 1043 લોકોના મોત થયા છે. આ પહેલાં 29 ઓગસ્ટે 78 હજારથી વધુ કેસ આવ્યા હતા. કોરોનાના દર્દીઓનો કુલ આંક 38 લાખ 53 હજાર 407 થયો છે.
દેશમાં વધ્યું કોરોના સંક્રમણ
કુલ આંક 38 લાખને પાર થયો
24 કલાકમાં 83883 નવા કેસ 1043 મોત
સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ અનુસાર દેશમાં કોરોનાથી 8 લાખ 15 હજાર 538 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યારસુધીમાં 67 હજાર 376 દર્દીના મોત થયા છે. અત્યારસુધી 29 લાખ 70 હજાર 493 લોકો વાયરસના સંક્રમણનો શિકાર બન્યા છે.
भारत में पिछले 24 घंटे में कोरोना वायरस के 83,883 नए मामले समाने आए और 1,043 मौतें हुईं।
देश में #COVID19 पॉजिटिव मामलों की कुल संख्या 38,53,407 है जिसमें 8,15,538 सक्रिय मामले, 29,70,493 ठीक/डिस्चार्ज/विस्थापित मामले और 67,376 मौतें शामिल हैं:स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय pic.twitter.com/y8Mp5PO9wR
અમેરિકા અને બ્રાઝિલમાં કોરોના સંક્રમણની સરખામણીએ ભારતમાં વધારે કેસ છે. અહી 1 કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે અને 3 લાખથી વધુ દર્દીના મોત થયા છે. 24 કલાકમાં અમેરિકામાં 40899 કેસ અને 1067 મોત અને બ્રાઝિલમાં 48632 કેસ અને 1218 મોત થયા છે.
7 દિવસમાં 1.11 ટકા વધ્યા કોરોનાના એક્ટિવ કેસ
એક અઠવાડિયાથી દેશમાં કોરોનાના એક્ટિવ કેસ સતત વધી રહ્યા છે. 26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બરની વચ્ચે એક્ટિવ કેસમમાં 1.5 ટકાનો વધારો થયો છે. હોસ્પિટલ અને હોમ આઈસોલેશનમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. એક્ટિવ દર્દીની સંખ્યામાં એકાએક 1.11 ટકાનો વધારો ચિંતાનો વિષય છે.
हम ज़्यादा से ज़्यादा टेस्ट करने की तैयारी कर रहे हैं। कल करीब 30,000 टेस्ट हुए थे, आज 35,000 टेस्ट होंगे। कुछ दिनों के लिए हो सकता है कि लगे मामले बढ़ गए हैं लेकिन कुछ दिनों के बाद मामले कम आएंगे: दिल्ली में #COVID19 के मामले बढ़ने पर दिल्ली के स्वास्थ्य मंत्री सत्येंद्र जैन pic.twitter.com/keMhcVyfLA
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આધારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,70,000થી વધારે ટેસ્ટ થયા છે તેમાંથી 11 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ કાલે થયું હતું, આ સાથે પોઝિટિવિટી રેટ 7 ટકાથી પણ ઓછો છે.
મૃત્યુદરમાં થયો ઘટાડો
રાહતની વાત એ છે કે મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.75 ટકા થયો છે. એક્ટિવ કેસની સારવાર થઈ રહી છે. તે ઘટીને 21 ટકા થયો છે. રિકવરી રેટ 77 ટકા થયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.