કોરોના વાયરસ / દેશમાં 24 કલાકમાં મળ્યા 14,545 કોરોનાના દર્દી, મહારાષ્ટ્રમાં કુલ કેસ 20 લાખને પાર

coronavirus outbreak in india more than 14 thousand covid infected in 24 hours maharashtra total count crosses to 20 lakh

દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 1 કરોડ 6 લાખ 25 હજાર 428 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. ગત 24 કલાકમાં 14 હજાર 545 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ગુરુવારે 18 હજાર 2 લોકો સાજા થયા છે. આ દરમિયાન 163 દર્દીઓના જીવ ગયા છે. કોરોનાથી અત્યાર સુધી 1 કરોડ 2 લાખ 83 હજાર 708 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 1 લાખ 53 હજાર 32 લોકોના જીવ ગયા છે. કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા ગુરુવારે 20 લાખને પાર થઈ ચૂકી છે. આ સંખ્યામાં દુનિયાના 10માં સૌથી અસરગ્રસ્ત દેશ જર્મનીના સંક્રમિતોથી લગભગ 1 લાખ જ ઓછી છે. જર્મનીમાં અત્યાર સુધી 2.92 લાખ દર્દીઓ થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 50 634 મોત થઈ ચૂક્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ