coronavirus omicron variant scare centre advises states to ramp up testing and these 5 steps know more
BIG NEWS /
ઓમિક્રૉનને ટક્કર આપવા માટે મોદી સરકારે રાજ્યોને આપ્યા આ આદેશ, 6 પોઈન્ટનો માસ્ટર પ્લાન તૈયાર
Team VTV01:56 PM, 30 Nov 21
| Updated: 02:00 PM, 30 Nov 21
ભારતમા કોરોના વાયરસને લઈને કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે, આજે સવારે જ કેન્દ્ર સરકારનાં અધિકારીઓ અને તમામ રાજ્યો વચ્ચે હાઇલેવલ બેઠક કરવામાં આવી હતી.
ઓમિક્રૉન વેરિયન્ટને લઈને ભારત સહિત દુનિયભરનાં દેશો સતર્ક
મોદી સરકાર એક્શન મોડમાં
રાજ્યો સાથે મળી બનાવી રહી છે માસ્ટર પ્લાન
દુનિયાભરમાં ઓમિક્રૉન વેરિયન્ટને લઈને ભારત સહિત દુનિયભરનાં દેશો હવે સતર્ક થઈ ગયા છે. ભારતમા કોરોના વાયરસને લઈને કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે, આજે સવારે જ કેન્દ્ર સરકારનાં અધિકારીઓ અને તમામ રાજ્યો વચ્ચે હાઇલેવલ બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યોને કેન્દ્ર સરકાર 6 પોઈન્ટમાં કામ કરવાનો માસ્ટર પ્લાન આપ્યો છે.
કેન્દ્રના રાજ્યોને આદેશ
કેન્દ્ર સરકારે કહ્યું કે જો નિયમોનું પાલન યોગ્ય રીતે કરવામાં આવશે તો ઓમિક્રૉનને હરાવવામાં સફળતા મળી શકે છે. હેલ્થ સેક્રેટરીએ તમામ રાજ્યોના કહ્યું છે કે ટેસ્ટિંગ વધારવામાં આવે જેથી ડિટેકશન અને કેસોનું મેનેજમેન્ટ થઈ શકે.
શું છે માસ્ટર પ્લાન
હેલ્થ સેક્રેટરીએ એમ પણ કહ્યું કે નિષ્ણાતોનું માનવું છે કે આ વેરિયન્ટ RTPCR અને એન્ટિજન ટેસ્ટને પણ ચકમો આપી શકે છે. લોકોને આઇસોલેશન રાખવા માટે અત્યારથી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. 6 સૂત્રીય માસ્ટર પ્લાન હેઠળ કન્ટેનમેન્ટ ઝોન તૈયાર કરવા, સર્વિલાન્સ, ટેસ્ટિંગ, હોટસ્પોટ પર નજર રાખવી અને વેક્સિનેશન વધારવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રીનું મોટું નિવેદન
કોરોના વાયરસનાં નવા ઓમિક્રૉન વેરિયન્ટને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ મોટું નિવેદન આપ્યું છે. સંસદનાં શિયાળુ સત્રમાં સ્વાસ્થ્યમંત્રીએ એલાન કર્યું છે કે હાલમાં દેશમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટનો એક પણ કેસ સામે આવ્યો નથી. તેમણે કહ્યું કે ઓમિક્રૉનને લઈને નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
ગૃહ મંત્રાલયનાં આદેશ જાહેર: લાગુ ગાઈડલાઇનને જ લંબાવવામાં આવી
ભારતમા કોરોના વાયરસને લઈને ફરીવાર ચિંતા વધી રહી છે. દુનિયાભરમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમિક્રૉનનાં કારણે ચિંતા વધી રહી છે. દુનિયાના અનેક દેશોમાં નવા વેરિયન્ટનાં કારણે પ્રતિબંધો વધી રહ્યા છે. ત્યારે ભારતમા પણ કોરોના વાયરસને લઈને હાલમાં લાગુ ગાઈડલાઇનને લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 30 નવેમ્બરનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યા છે જેમા કોરોના વાયરસથી બચવા માટે 21મી સપ્ટેમ્બરથી લાગુ એડવાઇઝરીને જ 31મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે તેમ જણાવવામાં આવ્યું છે. આ સાથે જ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સને લઈને કડકાઇ રાખવા માટે સૂચના આપવામાં આવી છે.