ચિંતાજનક / ICMRના ડાયરેક્ટરનાં નિવેદને ચિંતા વધારી, કહ્યું આ દર્દીઓને કોરોનાની કોઈ રસી સંપૂર્ણ અસર નહીં કરે

coronavirus no vaccine 100 percent efficacy for person suffer respiratory diseases says icmr director balram bhargava

દેશમાં કોરોનાના કેસની સંખ્યા 56 લાખને પાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 90 હજારથી વધારે લોકોના મોત નિપજ્યા છે. તેની સામે લડવા માટે દેશની 3 કંપનીઓ રસી બનાવવામાં લાગેલી છે. જોકે હજુ સુધી રસી ક્યારે મળશે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(આઈસીએમઆર)ના ડાયરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવનું કહેવું છે કે કોરોનાગ્રસ્ત શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓ પર કોઈ રસી 100 ટકા અસરકારક સાબિત નહીં થાય. પરંતુ ભાર્ગવે કહ્યું કે આવા દર્દીઓ માટે રસી વધારે અસરકારક થાય તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ