coronavirus new variant deltracron symptoms and cases in india
ખતરો /
આવી ગઈ નવી આફત! ભારતમાં કોરોનાના ઘટતા કેસ નવા વાયરસની દસ્તક, જાણી લો લક્ષણો અને ગંભીરતા
Team VTV08:12 PM, 14 Mar 22
| Updated: 08:25 PM, 14 Mar 22
કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાંથી ઘટી રહ્યો છે ત્યારે વધુ એક મોટું સંકટ દરવાજા ખટખટાવી રહ્યું છે. WHO દ્વારા પણ આ આફતને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
કોરોનાના નવા વેરિયન્ટે વધાર્યું ટૅન્શન
WHOએ પણ વ્યક્ત કરી ચિંતા
Delta અને Omicron નો હાઇબ્રીડ વેરિયન્ટ
WHOના વડાએ આ વેરિયન્ટને લઈને ચેતવણી આપતા કહ્યું કે, કોરોનાના 2 મુખ્ય વેરિયન્ટ ડેલ્ટા અને ઓમિક્રોનના મિશ્રણ એક નવા વેરિયન્ટ સ્વરૂપે પરિણમ્યું છે. જે ડેલ્ટાક્રોનના નામથી જાણીતું છે. નિષ્ણાંતોએ એવું પણ કહ્યું કે, કોરોનાના ઘટી રહેલા કેસ વચ્ચે ડેલ્ટાક્રોને નવું ટૅન્શન ઉભું કર્યું છે.
BA 2.2માં ભારતમાં પ્રવેશ કર્યો
BA 2.2 વેરિઅન્ટ પણ ભારતીય SARS-Co-2 Genomics Consortium (INSACOG) દ્વારા ભારતમાં પહોંચી ગયું છે. મહારાષ્ટ્ર, પુડુચેરી અને લદ્દાખમાં ત્રણ કેસ મળી આવ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.
Delta અને Omicron નો હાઇબ્રીડ વેરિયન્ટ
એક્સપર્ટસના જણાવ્યા અનુસાર આ એક સુપર સુપર મ્યુટન્ટ વાયરસ છે જેનું વૈજ્ઞાનિક નામ BA.1+B.1.617.2 છે. એક્સપર્ટસના જણાવ્યા અનુસાર ડેલ્ટા અને ઓમીક્રોન મળીને એક હાઇબ્રીડ સટ્રેન બને છે જે સૌથી પહેલા સાઇપ્રસના રિસચર્સને પાછળના મહિને મળ્યો હતો. એ સમયે તો વૈજ્ઞાનિકોએ તેને લેબમાં થયેલી એક્ ટેકનિકલ ભૂલ સમજી લીધી હતી પણ ત્યાર બાદ બ્રિટનમાં તેના કેસ સામે આવ્યા હતા.
WHO એ શું કહ્યું?
WHO એ કહ્યું હતું કે SARS-CoV-2 ના વિભિન્ન વેરિયન્ટથી સંક્રમિત થવું સંભવ છે. તેના ઘણા ઉદાહરણ છે. લોકો આ મહામારી દરમિયાન ઇન્ફ્લુએન્ઝા અને કોવિડ-19 બંનેથી સંક્રમિત હતા. WHO ની મારિયા વાન કેરખોવે છેલ્લા મહિને ટ્વિટ કર્યું હતું કે ડેલ્ટાક્રોન જેવા શબ્દોનો ઉપયોગ ન કરો આ શબ્દ વાયરસ અને વેરિયન્ટના સંયોજનના સંકેત આપે છે પણ ખરેખર એવું નથી થઈ રહ્યું.
ડેલ્ટાક્રોન વેરિઅન્ટના લક્ષણ
યુકે હેલ્થ પ્રોટેક્શન એજન્સીના જણાવ્યા અનુસાર, કોરોનાના આ નવા વેરિયન્ટની સંક્રામકતા અથવા ગંભીરતા વિશે હજુ સુધી સંપૂર્ણ માહિતી સામે આવી નથી, પરંતુ તેના કેટલાક લક્ષણો જાણવા જોઈએ. લક્ષણો વિશે વાત કરીએ તો, મુખ્ય લક્ષણોમાં શરીરનું તાપમાન વધવું, વહેતું નાક, સતત ઉધરસ, થાક લાગવો, ગંધ કે સ્વાદમાં ફેરફાર અથવા ફેરફાર, શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, ઉલટી અથવા ઉબકા અને ઝાડા છે.
હાલ ભારતની વાત કરીએ તો દેશના મોટાભાગના રાજ્યોમાં ગતિવિધિઓ સામાન્ય બની ગઈ છે. જો કે, નિષ્ણાતો કહે છે કે ખતરો હજુ સમાપ્ત થયો નથી અને આપણે સાવચેત રહેવાની જરૂર છે. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ફોર જિનેટિક્સ એન્ડ સોસાયટીના ડાયરેક્ટર રાકેશ મિશ્રાએ કહ્યું કે હજુ પણ દરેક વ્યક્તિએ કોરોના વાયરસ સામે સાવચેતી રાખવી જોઈએ.
ભારતમાં ચોથી લહેર લાવશે BA 2.2 વેરિયન્ટ
નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ભારતમાં ઓમિક્રોનનું પેટા વેરિયન્ટ કોરોનાની ચોથી લહેર લાવશે કારણ કે ત્રણ રાજ્યોમાં આ વેરિયન્ટના કેસ મળ્યાં છે. મહારાષ્ટ્ર, પુડુચેરી અને લદ્દાખમાં ઓમિક્રોનના પેટા વેરિયન્ટના કેસ મળ્યાં છે.
મે-જૂનમાં કોરોનાની ચોથી લહેર આવી શકે છે
નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ભારતમાં મે-જૂનમાં કોરોનાની ચોથી લહેર આવી શકે છે.
ઈંગ્લેન્ડમાં ઓમિક્રોનના પેટા વેરિયન્ટના કેસ નોંધાવા લાગ્યા
વિશ્વભરમાં નવા કોવિડ વેરિઅન્ટ્સ પર નજર રાખતા સંશોધકો અને નિષ્ણાતોએ BA 2.2 ને કોરોના વાયરસના અન્ય તમામ પ્રકારો કરતાં વધુ ઝડપથી ફેલાતો અને વધતો પ્રકાર ગણાવ્યો છે. આ પ્રકારે ઈંગ્લેન્ડમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું નોંધાયું છે, જેના કારણે નવા કેસોમાં વધારો થયો છે અને હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.