બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / coronavirus new cases in last 24 hours

ખતરો / ભારતમાં ફરી કોરોનાએ ચિંતા વધારી? છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા આંકડા ચોંકાવનારા

Arohi

Last Updated: 11:27 AM, 17 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વાસ્થ્ય મંત્રાલયના હાલના આંકડાઓ અનુસાર પાછલાં 24 કલાકમાં 67,208 નવા કોરોના કેસ આવ્યા અને 2330 સંક્રમિતોના મોત થયા

  • 24 કલાકમાં 67,208 નવા કોરોના કેસ
  • 2330 સંક્રમિતોના મોત
  • મંગળવારે 62,224 કેસ નોંધાયા

દેશમાં કોરોનાના નવા કેસ આવવાની રફતાર ધીમી થઈ ગઈ છે. સતત દસમાં દિવસે સંક્રમણના નવા કેસ એક લાખથી ઓછા આવ્યા છે. સાથે જ મોતના આંકડા પણ ઘટી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના હાલના આંકડાઓ અનુસાર પાછલાં 24 કલાકમાં 67,208 નવા કોરોના કેસ આવ્યા અને 2330 સંક્રમિતોના મોત થયા છે. ગઈકાલે 1 લાખ 3 હજાર 570 લોકો કોરોના સંક્રમણથી સાજા થયા. એટલે કે કાલે 38,692 એક્ટિવ કેસ ઓછા થઈ ગયા. તેનાથી પહેલા મંગળવારે 62,224 કેસ નોંધાયા હતા. 

આજે કોરોના સંક્રમણની સ્થિતિ

  • કુલ કોરોના કેસ- 2, 97,00, 313
  • કુલ ડિસ્ચાર્જ- 2,84,91,670 
  • કુલ એક્ટિવ કેસ- 8, 26,740
  • કુલ મોત- 3,81,903

નવા કેસ કરતા રિકવરીમાં વધારે
દેશમાં સતત 35માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતા રિકવરી વધારે થઈ છે. 16 જૂન સુધી દેશભરમાં 25 કરોડ 55 લાખ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 63 હજાર વેક્સિન લગાવવામાં આવી. ત્યાં જ અત્યાર સુધી લગભગ 38 કરોડ 52 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. ગઈ કાલે લગભગ 19 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. જેનો પોઝિટીવરેટ 4 ટકાથી વધારે છે. 

દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.28 ટકા છે જ્યારે રિકવરી રેટ લગભગ 96 ટકા છે. એક્ટિવ કેસ ઘટીને 3 ટકાથી ઓછા થઈ ગયા છે. કોરોના એક્ટિવ કેસ મામલે ભારત દુનિયામાં ત્રજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલામાં પણ ભારતનું બીજુ સ્થાન છે. જ્યારે દુનિયામાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત પણ ભારતમાં થઈ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus new cases કોરોના કોરોના વાયરસ coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ